ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડીસ્ટ્રીકટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ -2023 સ્પર્ધામાં અરવલ્લી જીલ્લા ટેબલ ટેનિસ ટીમે ઐતિહાસિક પ્રદર્શન કરી રાજ્યની ટિમો સામે વિજય પ્રાપ્ત કરી રાજ્યની અન્ય ટિમોને ચોંકવી દીધી હતી અરવલ્લી ટેબલ ટેનિસ ટીમના કેપ્ટ્ન અરમાન શેખ અને જન્મેજય પટેલના શાનદાર પ્રદર્શને પગલે સુરતની ટીમને 3-1 થી હરાવી અપસેટ સર્જ્યો હતો
અરવલ્લી ટેબલ ટેનિસ ટીમના કોચ મહાવીરસિંહ કુંપાવતના માર્ગદર્શન હેઠળ જન્મેજય પટેલ, અરમાન શેખ,હર્ષવર્ધન પટેલ અને યશ રાણા ખેલાડીઓએ અમદાવાદ ખાતે યોજાયેલ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન ઘ્વારા યોજાયેલ ઇન્ટરડિસ્ટ્રિક્ટ સ્ટેટ ચેમ્પિયનશીપમાં જબરજસ્ત દેખાવ કરી રાજ્યની અમદાવાદ,સુરત અને રાજકોટ સહીત અન્ય ટિમો સામે વિજય દેખાવ કર્યો હતો અરવલ્લી ટીમ યુથ કેટેગરી માં ચેમ્પિયન અને મેન્સ કેટેગરી રનરઅપ બની ઇતિહાસ રચ્યો છે અરવલ્લી ટેબલ ટેનિસ ટીમના ખેલાડીઓના જ્વલંત દેખાવને પગલે ઠેર ઠેર અભિનંદન વર્ષા થઇ રહી છે વિજેતા અને રનર્સ અપ ટીમને જિલ્લા રમત વિકાસ અધિકારી મઝહર સુથાર અને જિલ્લા ટેબલ ટેનિસ એશો.ના હોદ્દેદારો અને સદસ્યોએ અભિનંદન આપ્યા હતા