ઇપલોડનો લાંચીયો તલાટી જીલ્લા સેવાસદન સામે નાસ્તા હાઉસમાં ફરિયાદીની લાંચના નાસ્તાનો ઓડકાર ખાય તે પહેલા અરવલ્લી એસીબી ત્રાટકી
Advertisement
અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ભ્રષ્ટાચારની બદીએ માજા મૂકી છે મોટા ભાગની સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ સરકારી કામકાજ માટે જતા અરજદાર પાસેથી એનકેન પ્રકારે રૂપિયા પડાવી ખિસ્સા ગરમ કરી રહ્યા છે મેઘરજ તાલુકાના ઇપલોડા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીને 1500 રૂપિયાની લાંચ લેતો એસીબી પીઆઈ એચ.પી.કરેણ અને તેમની ટીમે જીલ્લા સેવાસદન સામે નાસ્તા હાઉસમાં છટકું ગોઠવી ઝડપી લીધો હતો એસીબીની ટ્રેપ થતા તલાટી કમ મંત્રી હર્ષદ રાઠોડને લાંચ લેવાનો નશો ઉતરી ગયો હતો એસીબીની સફળ ટ્રેપ થી લાંચીયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
મેઘરજ તાલુકાના ઇપલોડા ગામમાં રહેતા ખેત મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતા જાગૃત નાગરિકને પ્રધાન મંત્રી આવાસ યોજનમાં સહાય મંજુર થઇ હતી પ્રથમ અને બીજા હપ્તાની રકમ મળ્યા બાદ ત્રીજા હપ્તાની રકમ માટે ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી હર્ષદ લક્ષ્મણભાઈ રાઠોડ ધરમધક્કા ખવડાવી બીજા હપ્તાની ચુકવણી પેટે રૂ.
1500 અને ત્રીજા હપ્તા રકમ માટે અભિપ્રાય તેમજ સહી સિક્કા કરી આપવા માટે રૂ.1000 મળી રૂ.2500ની માંગ કરતા જાગૃત નાગરિકે રૂ.1000 આપી દીધા હતા ત્યાર બાદ રૂ.1500ની રકમની વારંવાર માંગણી કરતા જાગૃત નાગરિક લાંચ આપવા માંગતા ન હોવાથી લાંચિયા તલાટી કમ મંત્રીને સબક શીખવાડવા જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કરતા અરવલ્લી એસીબીએ ભ્રષ્ટ તલાટીને ઝડપી પાડવા માટે છટકુ ગોઠવ્યુ હતુ
ઇપલોડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને એસીબી ટ્રેપ થવાની ગંધ આવી જતા જાગૃત નાગરિક પાસેથી ઇપલોડા ગ્રામ પંચાયતમાં લાંચ માંગી ન હતી અને જાગૃત નાગરિકને અરવલ્લી જીલ્લા સેવાસદન સામે આવેલ નાસ્તા હાઉસમાં બોલાવતાં જાગૃત નાગરિકે અરવલ્લી એસીબીને જાણ કરતા એસીબીની ટીમે છટકું ગોઠવી નાસ્તા હાઉસની આજુબાજુ ગોઠવાઈ ગઈ હતી નાસ્તા હાઉસમાં જાગૃત નાગરિકે નાસ્તો મંગાવ્યો હતો અને તલાટીએ નાસ્તો કરતા કરતા લાંચ રૂ.1500 લેતાની સાથે એસીબી ટીમ રંગે હાથે ઝડપી લીધો હતો એસીબીની ટ્રેપ થયાની જાણ થતાની સાથે તલાટી સુન્ન થઇ ગયો હતો એસીબીએ તલાટીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી નાસ્તા હાઉસમાં ફિલ્મી સ્ટાઇલથી લાંચનું છટકું સફળ બનાવતા નાસ્તો કરતા ગ્રાહકો પણ ચોંકી ઉઠ્યા હતા દુકાનદાર અને કારીગરો પણ આવક બન્યા હતા