અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પાડોશી રાજ્યોમાં ચૂંટણીના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આંતરરાજ્ય અને જીલ્લામાં ગુન્હા આચરી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવા દોડાદોડી કરી રહી છે જીલ્લા એસઓજી પોલીસે રાજસ્થાન રાજ્યમાં અપહરણ અને લૂંટ સહીત
ના ગુન્હામાં રાજસ્થાન પોલીસને હાથતાળી આપનાર મોડાસાના નામચીન મોબાઈલના વેપારી મોહમદ કાસીમ દાદુને ઘરેથી ઉંઘતો ઝડપી પાડી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી જીલ્લા એસઓજી પીઆઈ સી.એફ.રાઠોડ અને તેમની ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગ હાથધરતા કોલેજ રોડ પર પહોંચતા રાજસ્થાનના જોધપુર જીલ્લાના સાંદેરાવ પાલી પોલીસ સ્ટેશનમાં અપહરણ અને લૂંટના ગુન્હાને અંજામ આપનાર મોડાસા શહેર માં મોબાઈલના હોલસેલના વેપારી તરીકે જાણીતો મોહંમદ કાસીમ ઇસ્માઇલભાઈ દાદુ (રહે,ઇકબાલ સોસાયટી,મખદૂમ સ્કૂલni નજીક) ઘેર હોવાની બાતમી મળતા તાબડતોડ તેના ઘરે ત્રાટકી ઘરને કોર્ડન કરી દબોચી લેતા રાજસ્થાન પોલીસને હાથતાળી આપતા મોં.કાસીમ દાદુના મોતિયા મરી ગયા હતા જીલ્લા એસઓજી પોલીસે આરોપીની અટકાયત કરી રાજસ્થાનના જોધપુર જીલ્લાના સાંદેરાવ પાલી પોલીસ સ્ટેશનને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી