સમાચારોની કોપી કરવી નહીં… સ્ટ્રીકલી પ્રોહિબિટેડ
Advertisement
Advertisement
અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી રાજસ્થાન તરફથી ગુજરાતમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થઈ રહ્યો છે આ વચ્ચે બાયડ તાલુકાના સાઠંબા પંથકમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થવાની બૂમો ઉઠવા પામી છે. દારૂનું દૂષણ એટલી હદે વધી જવા પામ્યું છે કે, લોકો કંટાળી ગયા છે પણ સાઠંબા પોલિસને આનાથી કોઈ જ ફરક ન પડતો હોય તેવું લાગે છે અને હવે લોકોએ જનતા રેડ કરવાનું નક્કી કરી દીધું છે. અરવલ્લી જિલ્લા સર્વ સમાજ સેના દ્વારા સાઠંબા પોલિસને આવેદન પત્ર આપીને દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે રજૂઆત કરી છે, જો આમ નહીં થાય તો પાંચ દિવસ પછી જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
સમાચારોની કોપી કરવી નહીં… સ્ટ્રીકલી પ્રોહિબિટેડ
Advertisement
Advertisement
અરવલ્લી જીલ્લાની સર્વ સમાજ સેના ટીમ દ્વારા સોશિયલમ મીડિયા પર પોસ્ટ મુકતા જણાવ્યું છે કે, સાઠંબા પોલીસ સ્ટેશન ની હદ માં આવતા ગામડાઓમાં દારૂનું અતિશય વેચાણ વધી રહ્યું છે અને ભારત દેશ નું ભવિષ્ય એવા યુવાવર્ગ દારૂ ના ખરાબ રવાડે ચઢી રહ્યો છે. ઓછી ઉંમર માં મહિલા ઓ વિધવા બની રહી છે, તાત્કાલિક ધોરણે દારૂ ના અડ્ડાઓ બંધ થાય એના માટે આવેદન પત્ર આપવામાં આવ્યું અને જો 5 દિવસ ની અંદર દારૂ ના અડ્ડા બંધ નહીં થાય તો સર્વ સમાજ સેના ના મુખ્ય સંયોજક મહિપતસિંહ ચૌહાણ અને અરવલ્લી જીલ્લા ટીમ જનતા રેડ કરવામાં આવશે.
સમાચારોની કોપી કરવી નહીં… સ્ટ્રીકલી પ્રોહિબિટેડ
Advertisement
Advertisement
સર્વ સમાજ સેવા દ્વારા આવેદન પત્ર પોલિસને આપતા હવે સવાલો એ થાય છે કે, જો લોકોને દારૂના અડ્ડાઓ દેખાઈ રહ્યા છે તો સાઠંબા પોલિસને કેમ કંઈ દેખાતું નથી. પાંચ દિવસમાં દારૂના અડ્ડાઓ પર કાર્યવાહી નહીં થાય તો સર્વ સમાજ સેના દ્વારા જનતા રેડ થશે તો સાઠંબા પોલિસની કામગીરી પર સવાલો જરૂરથી ઉઠશે.