ભિલોડા તાલુકા મથક ખાતે મઉં ચાર રસ્તા પર મિઠાઈ વહેંચણી અને ફટાકડાની ભવ્યાતિભવ્ય આતશબાજી નો કાર્યક્રમ યોજાયો :- ભારત દેશના ત્રણ રાજયોમાં ભાજપની બમ્પર જીત…
આજ રોજ રવિવારે જાહેર થયેલ ચુંટણીના પરિણામોમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ રાજયમાં ભારતીય જનતા પાર્ટીને મળેલ ભવ્યાતિભવ્ય જ્વલંત વિજય નિમિત્તે ભિલોડા તાલુકા મથક ખાતે ફટાકડાની ભવ્યાતિભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો.
ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કાંતિભાઈ પટેલ, ભિલોડા તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ નિનામા, જીલ્લા પંચાયત સદસ્ય રસીકાબેન ખરાડી, વિક્રમભાઈ પટેલ, રાજેશભાઈ નિનામા, યોગેશભાઈ બુદ્ધ, જીતુસિંહ રાઠોડ, અમૃતભાઈ નિનામા, નટુભાઈ ગામેતી, શૈલેષભાઈ મોથલીયા, શિવજીભાઈ શાહ, સચિનભાઈ બરંડા, ચિંતનભાઈ જોષી, ગણપતભાઈ ઠાકોર, હિરેનભાઈ જોષી, રવિભાઈ ઠાકોર સહિત ભાજપના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.