અરવલ્લી જિલ્લાના શિષ સમાન મોડાસા શહેરની સીબીએસીઈ શાળા બી -કનાઈમાં બે દિવસીય વાર્ષિકઉત્સવની ઉજવણીના ભાગ સ્વરૂપે રંગારંગ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. અભ્યાસ ની સાથે સાથે બાળકોમાં પળેલ સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા માટેનો ઉચ્ચત્તમ પ્રયાસ મોડાસા કેળવણી મંડળ સંચાલિત બી -કનાઈ શાળા પરિવાર દ્વારા કરવમાં આવ્યો હતો. જેના અનુંસંધાને તારીખ ૧૧-૦૧-૨૦૨૪ના રોજ એન્યુલ યુફોરીયા પારંપરિક રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાન તરીકે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શૈલેષભાઈ પટેલ, નિવૃત્ત નાયબ શિક્ષણ નિયામક વસંતભાઈ વાળંદ , નિવૃત્ત અધ્યાપક વી. સી. શાહ જેવા ગણમાન્ય અતિથિવિશેષ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને દીપાવ્યો હતો. મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીનભાઈ શાહ દ્વારા આવેલ મહેમાનોનું શાબ્દિક અભિવાદન કરીને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના સેક્રેટરી ધીરેનભાઈ પ્રજાપતિ, સેક્રેટરી નીખિલ શાહ તેમજ મંડળના હોદેદારશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને મૂલ્યાત્મક ને પ્રેણાત્મક પ્રોત્સાહન પૂરું પાળ્યું હતું. પ્રથમ દિવસ વાર્ષિક ઉત્સવના સંભારણા સ્વરૂપે પ્રિ પ્રાયમરી તેમજ ધોરણ ૧ થી ૩ ના નાના ભૂલકાઓએ પોતાના અંદાજમાં આપણો સંસ્કૃતિ વારશો ને વિરાસતને ધ્યાનમાં રાખીને સરસ્વતી વંદના નૃત્ય, નાટક, વિવિધતામાં એકતા જેવા વિષયો પર વિવિધ કલાત્મક કૃતિઓ રચનાત્મક રીતે પ્રસ્તુતિકરણ કરતા સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ શાળાના કેમ્પસ ડાયરેક્ટર જે. પી. ઉપાધ્યાય, આચાર્ય કુંદનસિંહ જોદ્ધા, ઓફિસ સુપ્રીડેન્ટ કાશ્મીરા બેન સોની, વાઇસ પ્રિન્સિપાલ વિક્કી ડી સોની, શિક્ષકમિત્રો, સેવક ભાઈ તથા બહેનો તેમજ વિદ્યાર્થીમિત્રોનો અને વાલીમિત્રોનો આભાર વ્યકત કર્યો હતો.