asd
28 C
Ahmedabad
Sunday, September 8, 2024

વિશ્વ ના એકમાત્ર કુબેર ભંડારી કરનાળી મંદિરે વેદોક્ત અષ્ટાધ્યાન રાષ્ટ્રહિતના મંત્રોચ્ચાર કરી પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરવામા આવી


નર્મદા તટે આવેલા કરનાળી ખાતે આવેલા વિશ્વના એકમાત્ર કુબેર ભંડારી મંદિરમાં વેદોક્ત અષ્ટાધ્યાય ના રાષ્ટ્રહિતના મંત્રોચ્ચાર સાથે કુબેર ભંડારી ભગવાનને પ્રાર્થના કરી અનોખી રીતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. કરનાળી સ્થિત આવેલા કુબેર ભંડારી મંદિર ખાતેધાર્મિક ની સાથે રાષ્ટ્રીય પર્વો દેશ ભક્તિ પ્રોત્સાહક વાતાવરણમાં ઉજવવાની અનોખી પરંપરા છે અને તેના દ્વારા સમાજને ધર્મ ની સાથે રાષ્ટ્ર ધર્મના પાલનની પ્રેરણા આપવામાં આવે છે. એ પરંપરા અનુસાર કુબેર ભંડારી મંદિરને 75 માં પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને રાષ્ટ્રીયતાના રંગો થી સજાવવા માં આવ્યું હતું, અને દાદાને ત્રિરંગાના રંગોનો શણગાર કરવામાં આવ્યો હતો. જેના લીધે દર્શનાર્થીઓ ધર્મભાવની સાથે રાષ્ટ્રભાવના થી અભિભૂત થયા હતા.મંદિર પ્રાંગણમાં કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી દિનેશગીરી મહારાજે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો,જેને પૂજારીઓ, કર્મચારીઓ , ભાવિક ભક્તો અને ગ્રામજનો એ
આદરપૂર્વક સલામી આપી હતી. ધ્વજવંદન પૂર્વે અને પછી પવિત્ર
ધાર્મિક મંત્રોચ્ચાર થી ધ્વજ અભિવાદન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટીએ જણાવ્યું કે કુબેર દાદા ના અભિષેક પૂજા વેદોક્ત અશ્ટાધ્યાય રુદ્રીમાં રાષ્ટ્રીય
હિતોની સુરક્ષા અને જન કલ્યાણ અભિવર્ધક મંત્રો બતાવવામાં આવ્યા છે.દરેક રાષ્ટ્રીય પર્વે કુબેર ભંડારી દાદા સમક્ષ આ મંત્રોનો પાઠ કરીને ભારત વર્ષની પ્રગતિ અને લોકોના કલ્યાણના આશિષ માંગવામાં આવે છે.તે પ્રમાણે પવિત્ર શ્લોક પઠન કરવામાં આવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!