શહેરા,
પંચમહાલ જીલ્લામાં 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધામધુમથી કરવામા આવી હતી. શહેરા તાલુકાકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન ગાંગડીયા ખાતે આવેલી સર્વોદય હાઈસ્કુલ ખાતેના પંટાગણમાં રાખવામા આવ્યુ હતુ.તિંરગાને સલામી આપી હતી,સારી કામગીરી કરનારા કર્મચારીઓને સન્માનિત કરવામા આવ્યા હતા.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ગાંગડીયા ખાતે આવેલી સર્વોદય હાઈસ્કુલ ખાતે 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામા આવી હતી. શહેરાના મામલતદાર ધર્મેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામા કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.ધ્વંજવંદન કરીને તિંરગાને સૌ કોઈએ સલામી આપી હતી. અને સૌને આ પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવામા આવી હતી. સાથે સાસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ. સાથે સારી કામગીરી કરનાર શિક્ષકગણ, બીએલઓ ને સન્માન પત્ર આપવામા આવ્યુ હતુ.સાંસ્કૃતિક કાર્યક્રમમા ભાગ લેનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઈનામો આપવામા આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ, વહીવટીતંત્રના અધિકારીઓ,શિક્ષકગણ,વિદ્યાર્થીઓ,ગ્રામજનો,પોલીસ વિભાગના કર્મચારીઓ, પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.આમ પ્રજાસત્તાક પર્વની આન,બાન, શાનથી ઉજવણી કરવામા આવી હતી.શહેરા નગરમા આવેલી શાળાઓ,સરકારી કચેરીઓ,ગ્રામીણ વિસ્તારમા આવેલી શાળાઓ,હાઈસ્કુલોમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામા આવી હતી.
પંચમહાલ- શહેરા તાલુકા કક્ષાના 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સર્વોદય હાઈસ્કુલ ગાંગડીયા ખાતે કરાઈ
Advertisement
Advertisement