36 C
Ahmedabad
Sunday, May 5, 2024

અરવલ્લી : મોડાસામાં શ્રી ગિરિરાજધામ ઉભું કરાયું,વૈષ્ણ્વ સંપ્રદાયના 17 માં વંશજ દ્વારકેશ લાલજીના સ્વમુખે ભાગવત જ્ઞાન, પોથીયાત્રા યોજાઈ


અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ સ્વર્ણિમ પાર્ટી પ્લોટમાં શ્રી ગિરિરાજ ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશ લાલજી મહોદયના મુખે સત્સંગ મહોત્સવનો 3 ફેબ્રુઆરીથી પ્રારંભ થયો છે જે આગામી 9 ફેબ્રુઆરીએ સંપન્ન થશે આ ભાગવત જ્ઞાનના મનોરથી શહેરના જાણીતા તબીબ ર્ડો મુકુંદ.વી.શાહ અને તેમના બને તબીબ પુત્ર ર્ડો.ચેતન શાહ અને ર્ડો.ધવલ શાહ અને તેમનો પરિવાર બન્યો છે શનિવારે મોડાસા શહેરમાં વૈષ્ણવ સંપ્રદાયના અનુઆયીઓની ભવ્યાતિભવ્ય પોથીયાત્રા નીકળી હતી

Advertisement

વૈષ્ણવ સમાજના યુવા પ્રેરણામૂર્તિ આચાર્ય દ્વારકેશ લાલજી 17 માં વંસજ છે જે સંસ્કૃત વિષયમાં માસ્ટર્સ સુધીનો અભ્યાસ કર્યા બાદ ભગવત ગીતા શ્રીમદ ભગવત ઉપનિષદ તથા વિદ્રતાની સાથે વક્તવ્યનો ગુણ વિધવાન છે જેમને સમગ્ર વૈષ્ણવ સમાજને સંગઠિત કરવા સંઘની સ્થાપના કરી છે જેની ભારત ઉપરાંત વિશ્વના અનેક દેશોમાં શાખ સ્થાપવામાં આવી છે અને સમગ્ર દેશમાં તેમની દિવ્ય વાણીનો લાભ આપી રહ્યા છે જેમને વલ્લભ કુલ આચાર્ય તરીકેનું ગૌરવ પણ પ્રાપ્ત છે જે પાંચે ખંડોમાં તેમની હવેલી ની સ્થાપના કરી છે સમગ્ર આફ્રિકા ખંડની સૌ પ્રથમ હવેલી શ્રી વલ્લભ ધામ સ્થાપવાનો પણ શ્રે તેમના ફાડે જાય છે અમેરિકાના મેરીલેન્ડ રાજ્યમાં શ્રી નાથદ્વારા નાથધામ હવેલી તથા વૈષ્ણવ સંઘ એકેડેમી તથા વ્રજધામ હવેલી નું નિર્માણ પણ થયેલ છે

Advertisement

ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં શ્રી નાથદ્વારા હવેલી સીડનીમાં વ્રજવેલી એડીલેટમાં વલ્લભધામ હવેલી ની સ્થાપના થઈ ચૂકી છે ત્યારે ઇંગ્લેન્ડમાં લેસ્ટર શહેરમાં તથા ભારતના અનેક શહેરોમાં હવેલીઓનું નિર્માણ સાથે અમદાવાદ બોપલ વિસ્તારમાં ભક્તિધામ નામથી વિશિષ્ટ સંકુલ આપ શ્રી દ્વારા નિમિત કરવામાં આવેલ છે આ મહંત દ્વારા વિદ્યાર્થીઓને દત્તક યોજના વિશાળ પાયે ચલાવવામાં આવે છે અને કોરોના કાળથી અન્નદાન યોજના વિશાળ પાયામાં ચલાવવામા આવે છે ક્રાંતિકારી વિચારો.દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરેલ મહંતના સ્વમુખે ભાગવતનું સ્મરણ કરવું એ જીવનનો એક લાહો છે તો પ્રભાવશાળી આચાર્યશ્રી માટે સર્વે વૈષ્ણવો ગૌરવ અનુભવે છે તો આવા વૈષ્ણવ માટે મોડાસા ના સ્વર્ણિમ સંકુલ પાર્ટી પ્લોટ માં ભગવત કથા છે તો સર્વે વૈષ્ણવોએ લાભ લેવા વિનંતી કરવામાં આવે છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!