ભિલોડા,તા.૦૬
ભિલોડામાં સરસ્વતી શારદા પ્રાથમિક શાળામાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.૧૦૦ મીટર દોડ, લીંબુ ચમચી, કોથળા દોડ, સિક્કા શોધ, રસ્સા ખેંચ, કબડ્ડી જેવી વિવિધ સ્પર્ધાઓનું સફળ આયોજન કર્યું હતું. ધોરણ ૩ થી ૮ ના ભૂલકાઓએ ભાગ લીધો હતો.આચાર્ય પુષ્પાબેન પાંડોરે રમત-ગમતનું જીવનમાં શું મહત્વ છે તે વિશે સમજ આપી હતી.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરી હતી.વાર્ષિક રમતોત્સવ કાર્યક્રમના સફળ આયોજન માટે શાળા સંચાલક મંડળના પ્રમુખ અને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક ડો. કિશોરભાઈ ડી.પટેલ, શાળાના મંત્રી મિતેશભાઈ ભાવસાર સહિત સમગ્ર શાળા પરિવારે ભાગ લેનાર સૌ ભુલકાઓને બિરદાવ્યા હતા.