હાલોલ,
પંચમહાલ જીલ્લાના હાલોલ ખાતે રહેતા અને અભિનયક્ષેત્રમાં નામની મેળવનારા ઈમરાન શેખને બેસ્ટ એસ્પાયરિંગ એકટર ઓફ ધ યર 2024નો દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ મોટીવેશનલ એવોર્ડ મળ્યો છે.ગોવા ખાતે આયોજીત કાર્યક્રમમાં આ એવોર્ડ એનાયત કરવામા આવ્યો હતો.
ગોવાના પણજી ખાતે દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ મોટીવેશનલ એવોર્ડ 2024નુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા દેશભરમાંથી શોર્ટ ક્રિએટર્સ અને સિનેજગત સાથે સંકળાયેલી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમમા ગોવાના યુવા,રમત ગમત અ સાંસ્કૃતિક મંત્રાલયના ગોવિંદ ગૌડે તેમજ કેન્દ્ર સરકારના પ્રવાસનમંત્રી શ્રીપાદ નાયક પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.પંચમહાલ જીલ્લાના હાલોલ ખાતે રહેતા ઈમરાન શેખ જે અભિનય ક્ષેત્ર તેમજ શોર્ટ કેન્ટેટ ક્રિએટર છે સાથે તેમના આલ્બમ પણ સોશિયલ મિડીયા માધ્યમ પર બનાવે છે. ઈમરાન શેખને બેસ્ટ એસ્પાયરિંગ એકટર તરીકે નોમિનેટ કરવામા આવ્યા હતા.તેઓ સાથે ગજબના વિડિયો ક્રિએટર પણ છે.તેમને બેસ્ટ એસ્પાયરિંગ એકટર ઓફ ધ યર 2024નો દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ મોટીવેશનલ એવોર્ડ મળ્યો છે.આ એવોર્ડ લાઈફ સ્ટ્રગલર શો અને જાન બન ગયે વિડિયો આલ્બમ માટે મળ્યો છે.તેમના ચાહકો દ્વારા તેમને અભિનંદન પણ આપવામા આવી રહ્યા છે.ઈમરાન શેખે પોતાના સમાજનુ પણ ગૌરવ વધાર્યુ છે.