ભિલોડા,તા.૦૬
ભિલોડા માતૃશ્રી આર.જે.તન્ના પ્રેરણા મંદિર અને ભારત સરકારના યુવા અને રમત-ગમત મંત્રાલયના નહેરૂ યુવા કેન્દ્ર,હિંમતનગરના સહયોગથી જીલ્લા યુવા સંસદ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.શાળાના વિદ્યાર્થીઓએ મંત્રી, સંસદ સભ્ય બની કામગીરી કરી હતી.આજના સમયમાં મુંઝવતા પ્રશ્નોની રજુઆત કરી હતી.વિરોધ પક્ષની ભુમિકા બજાવતા સંસદ સભ્યોએ સુંદર કામગીરી બજાવી હતી.અઘ્યક્ષની ભુમિકા શાળાના મું.શિ. મુકેશ પટેલે નિભાવી હતી.નહેરૂ યુવા કેન્દ્ર, હિંમતનગરના પ્રિતેશ ઝવેરી, ભરત ગાંઘી, શાળા સંચાલક મંડળના દામુભાઈ પટેલ, જીલ્લા શિક્ષણાઘિકારી કચેરી, મોડાસાના મદદનીશ કેળવણી નિરીક્ષક કેતનભાઈ પટેલ, ભિલોડા બી.આર.સી, ચેતનાબેન પટેલે નારી શકિત વિષય ઉપર સુંદર માહિતી આપી હતી.આચાર્ય રમણભાઈ કે.પટેલે મહેમાનોનું સ્વાગત કર્યું હતું.સંસદ વિશેની માહિતી આપી હતી.સુપરવાઈઝર પી.આર.પટેલ, ડી.આર.ચૌધરીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.સંસદ સભ્ય, મંત્રી તરીકે ભાગ લેનાર સર્વે વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી હતી.સમગ્ર શૈક્ષણિક સ્ટાફ પરીવારે કાર્યક્રમ દરમિયાન ઉત્સાહભેર ભાગ લીધો હતો