આરોગ્યમ્ પરમ્ ધનમ્
ભિલોડા,તા.૦૭
આરોગ્ય વિભાગ અરવલ્લી જિલ્લા પંચાયત, મોડાસા, તાલુકા આરોગ્ય – કચેરી, ભિલોડા દ્વારા આયોજિત ” તાલુકા આરોગ્ય મેળો “તા. ૦૭/૦૩/૨૦૨૪ ને ગુરૂવારના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જાબ ચિતરિયામાં યોજાયો હતો.આરોગ્ય મેળો પી. સી. બરંડા – ધારાસભ્ય – ભિલોડા – મેઘરજના અધ્યક્ષ સ્થાને, ડો. વી.સી.ખરાડી – તાલુકા આરોગ્ય અધિકારી, ભિલોડા, બાબુભાઈ – ઉપ પ્રમુખ એસ.ટી.સેલ – અરવલ્લી, સરપંચ સવિતાબેન જાબ ચિતરીયા, એ.પી.એમ.સી. ડિરેક્ટર – ભિલોડા – સરપંચ – ખોડંબા ગીરીશભાઈ, તજજ્ઞ ડો. ભિલોડાની ટીમે સર્વે મંચસ્થ મહાનુભાવોના વરદ્ હસ્તે દિપ પ્રાગટ્ય કરી આરોગ્ય મેળો ખુલ્લો મુક્યો હતો.ભિલોડા તાલુકા આરોગ્ય અધિકારી – ડો. વી.સી.ખરાડીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.સામુહિક આરોગ્ય મેળામાં ફિઝિશિયન ડો. ગુંજન પંડ્યા, ઓર્થોપેડિક સર્જન ડો. અભિષેક ગુર્જર, ઈ.એન.ટી. સર્જન ડો. રોનક બોડાત, સ્રી રોગ નિષ્ણાંત ડો. ચિરાગ, ડો. રામાણી, બાળરોગ નિષ્ણાંત ડો. સુનિલ મહેશ્વરી, ચામડીના રોગોના નિષ્ણાંત ડો. રાજેશ પટેલ, આંખોના નિષ્ણાંત ડો. જનક પટેલ તેમજ રક્તદાન કેમ્પ માટે હાઈ-ટેક વોલેન્ટરી બ્લડ બેંક, મોડાસા, રાજેશ પટેલે હાજર રહી નિઃશુલ્ક નિદાન, સારવાર, સલાહ આપી હતી.આરોગ્ય મેળામાં ૩૫૦થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો.સગર્ભા માતાઓને પ્રોટીન પાવડર પણ આપવામાં આવ્યો હતો. આરોગ્ય મેળાના રક્તદાન કેમ્પમાં મેડીકલ ઓફિસર – જાબચિતરિયા, આરોગ્ય ટીમ દ્વારા ખાસ રક્તદાન કર્યું હતું.આરોગ્ય મેળાને સફળ બનાવવા માટે ડો. દિપ્તીબેન ઘોઘરા – મેડીકલ ઓફિસર, જાબચિતરિયા, આરોગ્ય સ્ટાફ, મેડીકલ ઓફિસર, ડો. નેહાબેન, ડો. ધવલ, ડો. શિરીષ, ડો. કિંજલ, ટી.એચ.એસ. રામજીભાઈ વણકર, સી.એચ.ઓ. નોડેલ અમિત ગઠવી, આરોગ્ય ટીમે જહેમત ઊઠાવી હતી.સામુહિક આરોગ્ય મેળાના સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંજયભાઈ બારોટે કર્યું હતું.સમગ્ર કાર્યક્રમની માહિતી S.B.C.C – ટીમ – ભિલોડા દ્વારા આપવામાં આવી હતી.