સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવારને લઈને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે ભાજપે 13 માર્ચે સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે અરવલ્લી જીલ્લા ભાજપ મહામંત્રી ભીખાજી ઠાકોરની જાહેરાત કરતાની સાથે તેમની અટકને લઈને આયોજન પૂર્વક વિવાદ ઉભો કરાયો હતો ભીખાજી ઠાકોર કે ડામોર લઈને સોશ્યલ મીડિયામાં પોસ્ટ વાયરલ કર્યા બાદ સમગ્ર મુદ્દો પત્રિકા યુદ્ધ સુધી પહોંચ્યો હતો અને હાઇકમાન્ડમાં તેમની અટકને પગલે ઉભા કરેલ વિવાદથી ચૂંટણી માં ભાજપને નુકશાન થવાનો અને ક્ષત્રિય ઠાકોર સમાજ નારાજ હોવાનું ઠસાવવામાં આવતા દસ દિવસ પછી ભીખાજી ઠાકોરને હાઈકમાન્ડે ના પાડી દીધી હતી અને તેમના બદલે પુર્વ કોંગ્રેસી ધારાસભ્ય મહેન્દ્ર બારૈયાની પત્ની શોભાનાબેનને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા ત્યારે પત્રિકા કાંડમાં સામેલ અનેક લોકો સામે શંકાની સોય તકાઈ રહી છે ભીખાજી ઠાકોરના સમર્થકો પત્રિકા કાંડના મુખ્ય સૂત્રધાર તરીકે અરવલ્લી જીલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ અમીશ પટેલ પર આક્ષેપ કરતા જીલ્લા ભાજપ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે
અરવલ્લી જીલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ અમીશ પટેલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી ભીખાજી ઠાકોરની અટકના પગલે પત્રિકા વહેચવામાં તેમને સોશ્યલ મીડિયામાં ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા હોવાની સાથે ભાજપનું વાતાવરણ ખરાબ કરવામાં આવી રહ્યું છે મારી ખોટી રીતે સોશ્યલ મીડિયામાં બદનામી કરનાર અંગે તેમજ પત્રિકા કાંડ અંગે તપાસ કરવામાં આવેની માંગ કરી છે ભીખાજી ઠાકોરની અટક અંગે પત્રિકા કાંડ સર્જનારને પોલીસ તપાસ કરી ખુલ્લા પાડે તે જરૂરી હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે