અરવલ્લી જીલ્લામાં વાહનચાલકો ટ્રાફિકના નિયમનો ઉલાળિયો કરી બેફામ ગતિએ વાહન હંકારતા હોવાનું જગજાહેર છે મોડાસાની પેલેટ ચોકડી નજીક પેલેટ ચોકડી પાસેથી પસાર થતી કાર પલટી ખાઈ ધડકાભેર રોડ પર પટકાતા અકસ્માત સર્જાયો હતો કારનો બુકડો બોલાઈ ગયો હતો સદનસિબે જાનહાની ટળતાં અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો
મોડાસા શહેરના બાપપાસ પેલેટ ચોકડી મેઘરજ રોડ રવિવારે સાંજના સુમારે મેઘરજ તરફથી પૂરપાટ ઝડપે મોડાસા તરફ આવતી કારના ચાલકે અગમ્ય કારણોસર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ધડકાભેર ભટકાઇ કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો,જોકે અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થતા મોટી જાનહાની ટળી હતી,અકસ્માતને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.