સરકાર દ્વારા વિવિધ યોજના થકી યોજનો લાભ મેળવ તે માટે લાખો રૂપિયા ના ખર્ચા કરી યોજના નો લાભ લોકો લે તે હેતુ થી જાહેરાતો કરી યોજનાઓ અમલ મુકવામાં આવે છે પણ ઘણી ખરી યોજના જે તે સિસ્ટમ અને કર્મચારીઓ ની આરસ નીતિ ને કારણે અટવાય છે અને એનો ભોગ લાભાર્થીઓ ભોગવી રહ્યા છે તેવી એક યોજના ની વાત કરવામાં આવે તો તે છે પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાની જેમાં આજે પણ મેઘરજ તાલુકાના કેટલાય લાભાર્થીઓ એવા છે કે આ યોજના થકી હજુ પણ લાભાર્થીઓને લાભ મળ્યો નથી આજે સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા લાભાર્થી સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે પણ આ અભિયાન ખરેખર સાર્થક નીવડે તેમ નથી કેમ કે હજુ એવા લાભાર્થીઓ છે જે યોજના ના લાભથી આજે પણ વંચિત છે જેમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત યોજના થકી લાભાર્થી તરીકે લાભાર્થી ની ડીલેવરી થયાના છ થી સાત મહિના થવા આવ્યા છતાં હજુ સુધી યોજના થકી એક પણ હપ્તો લાભાર્થીના ખાતામાં પડયો નથી જે બાબતે થોડા દિવસ પહેલા પુછતા એક આરોગ્ય કર્મચારી સાથે વાતચિત કરતા જાણવા મળ્યું હતું કે આ યોજના થકી જે ઓનલાઇન સોફ્ટવેર ફેબ્રુઆરી માસમાં ખોલ્યું હતું પછી ઓગસ્ટ મહિનામાં ખોલ્યું છે અને હાલ એનો અપડેટ નો પ્રોબ્લેમ છે અને લાભાર્થીઓના ફોર્મ તો ભરાઈ ગયા છે પણ કયા કારણે પેમેન્ટ પડ્યું નથી તે સોફ્ટવેરમાં બતાવતુ નથી જે અપડેટ થાય તો ખ્યાલ આવે તેવું જાણવા મળ્યું હતું તે વાતને આજે એક મહિનો થવા આવ્યો છતાં હજુ સુધી આ બાબતે કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આ બાબતે તંત્ર ની લાલિયાવાડી સામે આવી છે વધુમાં આ બાબતે તાલુકા આરોગ્ય અધિકારી ને વારંવાર ટેલિફોનિક ચર્ચા કરતા જણાવ્યું હતું કે આ બાબતે જે તે લાભાર્થીઓ લાભ થી વંચિત છે તેમની માહિતી આપી દીધેલ છે એ વાતને પણ એક મહિનો થવા આવ્યો છતાં હજુ સુધી કોઈપણ હકારાત્મક જવાબ મળેલ નથી ત્યારે કહી શકાય છે સરકાર ની વિવિધ યોજના થકી જે લાભો સમયસર મળી શકે તે સમયસર મળતા નથી માત્ર યોજનો ની વાતો થકી આમ જનતા પરેશાન થતા જોવા મળી રહ્યાં છે ત્યારે આ બાબતે યોગ્ય તપાસ હાથ ધરી કયા કારણે લાભાર્થીઓ લાભ થી વંચિત છે તેની તપાસ કરી લાભાર્થીઓ ને લાભ મળે તે જરૂરી છે
INBOX : -શું છે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના..જાણો
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનામાં, પ્રથમ હપ્તાના 1000 રૂપિયા ગર્ભાવસ્થાની નોંધણી સમયે મૂકવામાં આવે છે. બીજી તરફ, બીજો હપ્તો ગર્ભાવસ્થાના છ મહિનાના ઓછામાં ઓછા એક પ્રસૂતિ પહેલાના ચેકઅપ પછી આપવામાં આવે છે, જેમાં 2000 રૂપિયા આપવામાં આવે છે. આ પછી, બાળકના જન્મ પછી નોંધણી કરાવ્યા પછી ત્રીજા હપ્તાના 2000 રૂપિયા આપવામાં આવે છે