30 C
Ahmedabad
Monday, April 29, 2024

બાયડ નગરમાં બંધારણના ઘડવૈયા ડૉ બાબા સાહેબ આંબેડકરજીની ૧૩૩ મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઇ.


જય ભીમ જય ભીમ નાંદ સાથે ડીજે તાલે ઝૂમ્યા હતા

Advertisement

બાયડ નગરમાં ભારતના બંધારણના ઘડવૈયા ડૉ બાબા સાહેબ આંબેડકર ની 133મી જન્મ જયંતી નિમિત્તે બાયડ નગરમાં ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

Advertisement

બાયડ તાલુકાના વિવિધ ગામોમાં જેમકે ચોઈલા, સાઠંબા, ગાબટ સહિતના ગામોમાં ડો. બાબા સાહેબ આંબેડકરજી ની 133 મી જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયા હતા
ભારત રત્ન, વિશ્વવિભૂતિ ,બંધારણના ઘડવૈયા, રાજનેતા, ધારાશાસ્ત્રી ડો.બાબા સાહેબ આંબેડકરની 133 મી જન્મ જયંતી નિમિત્તે ડીજેના તાલે મોટી સંખ્યામાં બાયડ તાલુકાના સમસ્ત અનુસૂચિત જાતિનાં આગેવાનો,
મહિલાઓ, રાજકીય અગ્રણીઓ નગરજનો વગેરેની હાજરીમાં બાયડ નગરમાં યોજાયેલી શોભાયાત્રા બાયડના આંબેડકર ચોક થી પારંભ થયો હતો ત્યારબાદ પરબડી ચોક, જુના બસ સ્ટેશન રોડ ,મુખ્ય બજારમાંથી પસાર થઈને એસટી બસ સ્ટેશન રોડ,ગાબટ રોડ, બાયડ તાલુકા પંચાયત કચેરી ખાતે બાબા સાહેબ આંબેડકરજી સ્ટેચ્યુને ફૂલહાર વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સમાપન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વૃદ્ધો બાળકો સહિત ઉપસ્થિત રહી આનંદ માણ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!