ગોધરા
ગુજરાત રાજ્યના એમજીવીસીએલના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ પંચમહાલના ગોધરા શહેરમાં ડિઝીટલ સ્માર્ટ વિજ મીટર લગાવવાની કાર્યવાહીનો પ્રારંભ કરાયો છે.ગોધરા શહેરમા ૪૦૦૦ મીટર લગાવાઇ
ચૂક્યા છે.
બદલાતા સમયમા હવે એ સમય પણ દૂર નથી કે જ્યારે તમારે મોબાઈલ રિચાર્જની જેમ ઇલેક્ટ્રિક મીટર પણ રિચાર્જ કરાવૂ પડશે. સ્માર્ટ મીટર ગૂજરાતમા પ્રથમ પંચમહાલના ગોધરામાં લગાવાની શરૂઆત થઈ ચૂકી છે. વીજળીના વધુ ઉપયોગને નિયંત્રણ કરવા તેમજ અન્ય સમસ્યાઓને નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા આ પહેલ શરૂ કરાઈ છે.સરકારે જે પ્રોજેકટને મંજૂરી આપતા રાજ્યમાં તેની અમલવારી શરૂ કરાઈ છે.
હાલમાં પાયલોટ પ્રોજેકટ હેઠળ સૌપ્રથમ 25000 ગ્રાહકોને ત્યાં સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર લગાવામાં આવશે. તે પૈકી ગોધરા શહેરમાં પણ 5000 મીટર લગાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. કેન્દ્ર સરકારના RDSS એટલે કે રિવેમ રીફોર્મ લિંક રિઝલ્ટ બેઝ ડિસ્ટ્રીબ્યુશન સેકટર સ્કિલ પ્રોજેકટ હેઠળ આ કામગીરી કરાઈ રહી છે. જે મીટર શરૂ થતા પહેલા રિચાર્જ કરો અને બાદમાં વીજળી નો ઉપયોગ કરો તેવી પ્રક્રિયા જોવા મળશે.
ગોધરા પૂર્વ પેટા વિભાગ કચેરીમાં સમાવેશ થતા એસઆરપી પોલીસ હેડ કવાર્ટર નાલંદા સુભાષ પાર્ક ઝુલેલાલ રામેશ્વર ચિત્રાખાડી છપૈયા ધામ ખાડી ફળિયા વગેરે વિસ્તારોમાં 4,000 જેટલા મીટર હાલ લાગી ચૂક્યા છે.
સ્માર્ટ મીટર આવવાના કારણે હવે ગ્રાહકોની બિલ આપવાની ઝંઝટમાથી મૂક્તિ મળશે. બાકીના પૈસાના ઉઘરાણી માટે પણ નહીં જવાય અને વીજ બિલની કામગીરી માંથી કર્મચારીઓને મુક્તિ મળશે. જેથી તેનો સીધો ગ્રાહકોને મળશે.કારણ કે અવારનવાર લાઈનમાં મેન્ટેનન્સની કામગીરી માટે પૂરતો સમય ન મળવાના કારણે વીજલાઇનની કામગીરી થઈ શકતી ન હતી. જેથી હવે કર્મચારીઓને વીજ બીલમાંથી મુક્તિ મળવાના કારણે હવે વીજ ની કામગીરીમાં પણ સતત મેન્ટેનન્સ ની કામગીરી થશે જેના કારણે સતત વીજ પુરવઠો કાર્યરત રહેશે. 24 કલાક પાવર સપ્લાયમાં સુધારો થશે ગ્રાહકોને પોતાના વીજ વપરાશ ની માહિતી મળશે અને વીજ ઉપર નિયંત્રણ લાવી શકશે.