ટીંટોઇ પોલીસની નાકનીચે જીવણપુર(છારાનગરમાં) દેશી-વિદેશી દારૂની ધૂમ વેચાઈ થઈ રહ્યું છે, ટીંટોઇ પોલીસ નિદ્રામાં
અરવલ્લી જિલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્રએ બુટલેગરો પર તવાઈ બોલાવી છે.દેશી-વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે.
અરવલ્લી એલસીબી પીઆઇ ડી.બી.વાળા અને તેમની ટીમ ટીંટોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગ દરમ્યાન જીવણપુર ચીકડી ખાતે બાતમી મળતા એક સફેદ કલરની હુંડાઈ ઇયોન ગાડી નંબર-GJ-31-A-1819 તેનો ચાલક ગરેકાયદેશર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી લઇ ગડાદર થઈ જીવણપુર તરફ આવનાર હોય તેવી માહિતી મળતા પોલીસે વોચ ગોઠવી ગાડી આવતા ગાડીના ચાલકે નાકાબંધી કરી ગાડી ઉભી રાખી તલાસી લેતા ગાડીમાંથી રૂ.32,820 ની કિંમતનો વિદેશી દારૂ બિયર અને ટીન નંગ-૧૮૬ સાથે એલસીબી ઝડપી પાડ્યો હતો એલસીબી પોલીસે વિદેશી દારૂ ગાડી અને મોબાઈલ સહિત કુલ કિંમત રૂ.2,37,820/- નો મુદ્દામાલ કબજે લઈ આરોપી વિજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ રાઠોડ રહે. છારાનગર ની અટકાય કરી વોન્ટેડ આરોપી ભૂરો નામના ફરાર બુટલેગર સામે પ્રોહીબિશનની એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.