શહેરા
હવે શહેરાનગરમા જાહેરમાં ગંદકી કરનારા કે કચરો કરનારાઓની ખેર નથી, તો સાથે સાથે પાલિકાતંત્ર દ્વારા પણ સફાઈ કર્મચારીઓને પોતાના સોપેલા વોર્ડમાં સફાઈ કરવાના આદેશ આપવામા આવ્યા છે. સાથે રાત્રે ડોર ટુ ડોર સુવિધાઓ આપવાનુ પણ નક્કી કરવામા આવ્યુ છે .શહેરાનગરપાલિકાતંત્રની ટીમે નગરના વિવિધ વિસ્તારોમા જઈ ગંદકી કરનારાઓ ને કચરો નાખનારાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. ઉપલા તંત્રની સુચના મુજબ શહેરાનગરમા વિવિધ વોર્ડ વિસ્તારમાં સાફ સફાઈની કામગીરી કરવામા આવી રહી છે,સાથે મચ્છરજન્ય રોગો ના ફેલાય તે માટે જંતુનાશક દવાઓનો પણ છંટકાવ કરવામા આવી રહ્યો છે.
પંચમહાલના શહેરા નગર પાલિકામા આવેલા વોર્ડમાં ગંદકીના ઢગ ના થાય અને સાફસફાઈ રહે તે માટે સફાઈકર્મચારીઓને સુચના આપી દેવામા આવી છે. જેના પગલે સફાઈ કર્મચારીઓ દ્વારા વિસ્તારોમા સાફસફાઈ કરવામા આવી રહ્યુ છે. સાથે સાથે નગરપાલિકાની ટીમ પણ નગરમા આવેલા વોર્ડ વિસ્તારમા તપાસ હાથ ધરી રહ્યુ છે. જેમા ખાસ કરીને ઘરની બહાર લોકો કપડા ધોઈ પાણી રોડ પર વહેવડાવતા હોય,કચરો જાહેર જગ્યા પર નાખતા હોય તેવા લોકો સામે નોટીસ આપીને કાયદેસરની કાર્યવાહી કરવામા આવી રહી છે. પાલિકાના સુત્રો પાસેથી મળતી વિગતો અનુસરા આગામી દિવસોમા રાત્રી સફાઈ તેમજ કોર્મશિયલ દુકાનો બંધ થવાના સમયે ડોર ટુ ડોર સુવિધાઓ આપવાનો નિર્ણય લેવામા આવ્યો છે.