32 C
Ahmedabad
Sunday, May 12, 2024

ખેડૂત પુત્રએ મોબાઈલ ને ગુરૂ બનાવી IIT કાનપુરમાં પ્રવેશ મેળવ્યો : મોડાસાના માથાસુલીયાના ખેડૂત પરિવારમાં ઉલ્લાસભર્યો માહોલ


ડિજિટલ ઇન્ડિયા અને આધુનિક દુનિયામાં દિન પ્રતિદિન ટેક્નોલોજીનો વધારો થઇ રહ્યો છે કોરોના સંક્રમણમાં ઓનલાઈન અભ્યાસ પછી બાળકો અને વિદ્યાર્થીઓને મોબાઈલની લત લાગી ગઈ છે યુવાધન પણ સોશ્યલ મીડિયા અને ઓનલાઈન ગેમમાં બરબાદીના પંથે ધકેલાઈ રહ્યું છે ત્યારે મોબાઈલને જ ગુરૂ બનાવી અરવલ્લી જીલ્લાના માથાસુલીયા ગામના ખેડૂત પુત્ર સ્મિત સુતારીયાએ આઈઆઈટી કાનપુરમાં પ્રવેશ મેળવી ખેડૂત પરિવારનું નામ રોશન કર્યું છે આઈઆઈટીમાં પ્રવેશ મેળવતા યુવકને મોડાસાની બાલમંદિર મંડળ શાળામાં પરિવારજનો અને સગા-સબંધીઓએ શુભેચ્છા પાઠવી હતી

Advertisement

શિક્ષણનું ખાનગીકરણ થયા પછી ઠેર ઠેર ફાઈવ સ્ટાર સ્કૂલ કે ટ્યુશનની વૈભવી ઇમારતો ઇમારતોમાં સુવાક્યો વાંચવા મળતા નથી આવા સુવાક્યો હવે સરકારી શાળાઓની દીવાલ પૂરતા જ સીમિત થઇ ગયા છે જેમ કે પુરુષાર્થ વિના પ્રારંભ પાંગળો છે તે સુવાક્ય તમામ શાળાઓમાં સામાન્ય છે ત્યારે આજ સુવાક્યને માથાસુલીયાના ખેડૂત પુત્ર સ્મિત સુરેશભાઈ સુતારીયાએ સિદ્ધ કરી બતાવ્યું છે.

Advertisement

મેરા ગુજરાત સાથે વાત કરતા આઈઆઈટી સ્ટુડન્ટ સ્મિત સુતારીયાએ જણાવ્યું હતું કે હું ખેડૂત પુત્ર છું અને આજ કાલ વિદ્યાર્થીઓ અને યુવાવર્ગ મોબાઈલમાં સોશ્યલ મીડિયા અને ગેમ રમવા તેમજ ફિલ્મો જોવા પાછળ સમય બરબાદ કરી રહ્યો છે ત્યારે મૈં મારા પિતાએ મને અભ્યાસ માટે મોબાઈલ લાવી આપતા તેમનો વિશ્વાસ તોડ્યા વગર ઓનલાઇન અભ્યાસ કરી આઈઆઈટી કાનપુરમાં પ્રવેશ મેળવ્યો છે તેને યુવાવર્ગ અને બાળકોને મોબાઈલનો અભ્યાસ માટે સદઉપયોગ કરી કારકિર્દી બનાવવા આહવાન કર્યું હતું

Advertisement

મેરા ગુજરાત સાથે વાત કરતા સ્મિત સુતરિયાના મામા હેમંતભાઈ રાજવણકરે જણાવ્યું હતું કે સ્મિતની અથાગ મહેનતે આઈઆઈટીમાં પ્રવેશ અપાવ્યો છે જીલ્લાના વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તેમાટે તેને સન્માનિત કરવાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી સ્મિતને આશીર્વાદ આપ્યા હતા.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!