32 C
Ahmedabad
Saturday, April 27, 2024

આવી રહી છે મારુતિની નવી કાર.. Maruti XL6 21 એપ્રિલે બજારમાં મચાવશે ધમાલ..


મારુતિ એપ્રિલ મહિનામાં નવી કાર લોન્ચ કરવા જઈ રહી છે. આ કારનું નામ 2022 Maruti XL 6 Facelift હશે, તેનું હાલનું વર્ઝન આમ તો બજારમાં ઉપલબ્ધ જ છે. પરંતુ હવે આ કાર ઘણી સરસ ડિઝાઇન અને નવા ઇન્ટિરિયર્સ સાથે લોન્ચ થવા જઇ રહી છે. આવનાર મોડલ વર્તમાન વર્ઝન કરતાં વધુ પ્રીમિયમ દેખાશે. આપને જણાવી દઈએ કે મારુતિ સુઝુકીએ હાલમાં જ ન્યૂ જનરેશન સેલેરિયો, મારુતિ સુઝુકી બલેનો ફેસલિફ્ટ અને અપડેટેડ વેગન આર રજૂ કરી છે. આ તમામ કાર ભારતીય બજાર માટે લોન્ચ કરવામાં આવી છે. વાહન નિર્માતાએ તાજેતરમાં મારુતિની આગામી કાર વિશે માહિતી શેર કરી છે.

Advertisement

આગામી મારુતિ XL6 ભારતમાં રોડ ટેસ્ટિંગ દરમિયાન ઘણી વખત જોવામાં આવી છે. વર્તમાન મારુતિ XL6 ને 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ, ઇનલાઇન પેટ્રોલ એન્જિન મળશે. આ એન્જિન 105 PS મહત્તમ પાવર અને 138 Nm પીક ટોર્ક ઉત્પન્ન કરી શકે છે. આ કારમાં 5 સ્પીડ મેન્યુઅલ અને 4 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. તેમાં હળવી હાઇબ્રિડ સિસ્ટમ પણ છે, જે વપરાશકર્તાઓ માટે ઉપયોગી સાબિત થશે. અહેવાલો અનુસાર, મારુતિ સુઝુકી 4-સ્પીડ ઓટોમેટિકને 6-સ્પીડ ઓટોમેટિકથી બદલી શકે છે. તે નવા ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવનાર પ્રથમ X6 ફેસલિફ્ટ કાર પણ હોઈ શકે છે.

Advertisement

Maruti XL6 ની વર્તમાન કિંમત રૂ. 10.14 લાખથી રૂ. 12.02 લાખ (એક્સ-શોરૂમ, દિલ્હી) વચ્ચે છે. જોકે, ફેસલિફ્ટ વર્ઝન હાલના વર્ઝન કરતાં વધુ મોંઘું હોઈ શકે છે. લોન્ચ થયા બાદ આ કાર Kia Carens સાથે સ્પર્ધા કરશે, જે એક પ્રીમિયમ MPV કાર છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!