33 C
Ahmedabad
Saturday, May 18, 2024

મેઘરજ : ગોપાવાડા નજીક ટ્રેક્ટરે બાઈકને અડફેટે લેતા વૈડીના આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત


અરવલ્લી જીલ્લામાં વાહન ચાલકો ટ્રાફિકના નિયમનો ઉલાળિયો કરી બેફામ ગતિએ વાહન હંકારતા અકસ્માત સર્જી નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓનો ભોગ લેતા હોય છે મેઘરજ તાલુકાના ગોપાવાડા ગામ નજીક ટ્રેક્ટરે બાઈકને અડફેટે લેતા વૈડીના ૨૭ વર્ષીય આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે પ્રાણપંખેરું ઉડી ગયું હતું અકસ્માત સર્જી ટ્રેકટર ચાલક ફરાર થઇ જતા ઇસરી પોલીસે મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી વૈડી ગામના ડામોર પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવતા ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી.

Advertisement

મેઘરજ તાલુકાના વૈડી ગામનો હરીશ ભરતભાઈ ડામોર નામનો યુવક શનિવારે રાત્રે બાઈક લઇ કામકાજ અર્થે નીકળ્યો હતો ગોપાવાડા ગામ નજીકથી પસાર થતા સામેથી આવી રહેલા ટ્રેકટર ચાલકે ટ્રેકટર પુરઝડપે ગફલતભરી રીતે હંકારી બાઈકને ધડાકાભેર ટક્કર મારતા બાઈક ફંગોળાઈ રોડ સાઈડ ખાબકતા બાઈક ચાલક હરીશભાઈ નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અકસ્માતની ઘટનાના પગલે ઇસરી પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી અકસ્માત સર્જી ફરાર અજાણ્યા ટ્રેકટર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

વૈડી ગામના આશાસ્પદ યુવકનું ગોપાવાડા ગામ નજીક અકસ્માતમાં મોત નિપજતા યુવકના પરિવારજનો અને સગા-સબંધી મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!