34 C
Ahmedabad
Friday, May 17, 2024

આઝાદી કા અમૃત મહોત્સવની તૈયારી, અરવલ્લીના તેનપુરમાં થશે પ્રવેશ, 700 થી વધારે બાઈકના કાફલા સાથે યાત્રા


આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રદેશ યુવા મોરચા દ્વારા 6 એપ્રિલથી 26 તારીખ સુધી બાઈક ભવ્ય બાઈક રેલી યોજાવા જઇ રહી છે, ત્યારે આ રેલી કર્ણાવતીથી શુભારંભ થવાનો છે અને અરવલ્લી જિલ્લામાં પ્રથમ પ્રવેશ થવાનો છે. અરવલ્લી જિલ્લામાં પ્રવેશ થાય તે માટે આ રેલીના આગમન અને વધામણા માટે યુવાર મોરચા અરવલ્લી દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ગુજરાત યુવા મોરચા પ્રદેશ પ્રમુખ ડો.પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં યોજાનાર 300 જેટલી બાઈક ના કાફલા સાથે અરવલ્લી જિલ્લામાં પ્રવેશ કરશે, જેમના વઘામણા માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

Advertisement

સ્વાતંત્ર્ય સેનાનીઓને સન્માન
અરવલ્લી જિલ્લામાં બાઈક રેલી પહોંચશે ત્યારે દેશ માટે બલિદાન આપનાર સૈનિકના ઘરની માટે લઇને પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષને આપવામાં આવશે. ત્યારબાદ બાઈક રેલીનો કાફલો, બાયડ, ધનસુરા અને મોડાસા થઇને સાબરકાંઠા જિલ્લામાં પ્રસ્થાન કરશે.

Advertisement

બાઈક રેલીમાં 700 થી વધારે બાઈકર્સ જોડાશે
ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત બાઈક રેલીમાં પ્રદેશ કક્ષાથી 300 જેટલા ભાજપ યુવા મોરચાના આગેવાનો આવવાના છે, જ્યારે અરવલ્લી જિલ્લાના 400 યુવાઓ બાઈક રેલીમાં જોડાશે આ સાથે જ 75 જેટલા બુલેટ રાઇડર પર બાઈક રેલીને સફળ બનાવશે. આ સાથે જ બાઈક રેલીમાં અલગ-અલગ ટેબલો હોવાનું જિલ્લા યુવા મોરચના પ્રમુખે જણાવ્યું હતું.

Advertisement

બાઈક રેલીને લઇને અરવલ્લી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અમિશ પટેલે વધુ શું કહ્યું સાંભળો…

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!