36 C
Ahmedabad
Sunday, May 5, 2024

અહો આશ્ચર્યમ..બે ટ્રાવેલર બસના પાસીંગ નંબર એક : ખેડભ્રહ્મામાં ટ્રાવેલ્સ બસના સંચાલકનો ટેક્ષ બચાવવાનો તુક્કો, પોલીસ ફરિયાદ


ગુજરાતમાં કેટલાક ટ્રાવેલ્સ સંચાલકો ટેક્ષ બચાવવા અને પાસિંગ ખર્ચ બચાવવા નિતનવા નુસ્ખા અપનાવી ટેક્ષ ચોરી કરતા હોવાના અનેક કિસ્સા પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે કેટલાક સંચાલકો સ્થાનિક આરટીઓ કચેરીના ભ્રષ્ટ અધિકારીઓ સાથે મીલીભગત કરી ટેક્ષ ચોરી કરી રહ્યા છે સાબરકાંઠા જીલ્લાના ખેડભ્રહ્મામાં એક જાગૃત નાગરિક લક્ષ્મી સોસાયટી આગળથી પસાર થતા સમયે બે ટેમ્પો ટ્રાવેલર બસના એક જ સરખા નંબર જોઈ ચોંકી ઉઠ્યા હતા અને આ અંગે ખેડભ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ બંને ટ્રાવેલર્સ એક જ નંબરની હોવાની અને વર્ધીમાં ફરતી હોવા છતાં ટ્રાફિક પોલીસ કે પછી આરટીઓની નજર થી કઈ રીતે દૂર રહી તે અંગે તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે ટ્રાફિક પોલીસ અને આરટીઓ કચેરીની કામગીરી સામે અનેક પ્રશ્નો પેદા થયા છે

Advertisement

ખેડભ્રહ્માના મયંક વૈષ્ણવ કામકાજ અર્થે નીકળ્યા હતા ત્યારે લક્ષ્મી સોસાયટી આગળ પાર્કિંગ કરેલી બે ટેમ્પો ટ્રાવેલર્સ બસના પાસિંગ નંબર (GJ 09 Z 8816) આગળ પાછળની નંબ પ્લેટ એક જ સરખી જોવા મળતા ચોંકી ઉઠયા હતા અને એક જ નંબર હોવાથી ટેક્ષ ચોરી સહીત એક જ નંબર પ્લેટ શંકાના દાયરામાં આવી જતા આ અંગે ખેડભ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ખોટી નંબર પ્લેટ લાગાડનાર અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!