38 C
Ahmedabad
Sunday, May 12, 2024

ભિલોડા માર્કેટિંગ યાર્ડ ધઉંની અધધધ 5000 બોરીની, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા આનંદ


શિયાળાની સિઝન દરમિયાન ઠંડી પ્રમાણ એકંદરે સારૂ રહેતા આ વર્ષે ધઉં મબલખ ઉત્પાદન થયેલ છે.અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિશાળ પરિસરમાં ખેડુતો ધઉં સહિત વિવિધ ખેત પેદાશોના વેચાણ અર્થે આવતા માર્કેટિંગ યાર્ડમાં વહેલી સવાર થી જ વાહનોની લાંબી-લાંબી કતારો જોવા મળી હતી.

Advertisement

ભિલોડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ,ચેરમેન નિલમકુંવરબા હિતેન્દ્રસિંહ સિસોદિયા,વા.ચેરમેન,સેક્રેટરી સહિત સ્ટાફની સીધી દેખરેખ હેઠળ ખેડુતોને ધઉં સહિત વિવિધ ખેત પેદાશોના પોષણક્ષમ ઉંચા માં ઉંચા ભાવ ખેત પેદાશની ગુણવત્તા પર હરાજી દરમિયાન વેપારીઓ ધ્વારા મળતા ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી છે.

Advertisement

ભિલોડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ધઉંની સરેરાશ 5000 બોરીની આવક નોંધાઈ છે.ધઉંનો હરાજી દરમિયાન ખેડુતોને ક્વોલીટી પ્રમાણે રૂ. 440 થી રૂ. 600 સુધી નો સરેરાશ પોષણક્ષમ ભાવ મળતા ખેડુતોમાં અત્ર-તત્ર-સર્વત્ર ખુશીની લહેર પ્રસરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!