42 C
Ahmedabad
Saturday, May 18, 2024

મુંબઇમાં કોરોનાના બે નવા વેરિઅન્ટના કેસ નોંધાયા, ઓમીક્રોનના XE વેરિએન્ટનો પ્રથમ કેસ


મુંબઇમાં કોવિડ 19ના ઓમીક્રોનના નવા વેરિએન્ટનો પ્રથમ કેસ મળ્યો છે. અહી ઓમીક્રોનના XE વેરિએન્ટનો પ્રથમ કેસ મળ્યો છે. ઓમીક્રોનના કપ્પા વેરિએન્ટનો પણ એક કેસ મળ્યો છે. જે 376 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યુ તેમાંથી 230 મુંબઇના રહેવાસી છે. જીનોમ સીક્વેંસિંગ પ્રયોગશાળામાં પરીક્ષણની આ 11મી બેંચ હતી. 230માંથી 228 સેમ્પલ ઓમીક્રોનના છે, 1 કપ્પા વેરિએન્ટનો છે અને 1 XE વેરિએન્ટનો છે. નવા વેરિએન્ટમાં સ્થિતિ ગંભીર નથી.

Advertisement

230માંથી 21 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. બન્ને ડોઝ લેનારામાંથી માત્ર 9 લોકોને જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 12 લોકો વેક્સીન વગર હોસ્પિટલમાં દાખલ થયા છે. હોસ્પિટલમાં દાખલ 21 દર્દીમાંથી કોઇને પણ ઓક્સીજનની જરૂર નહતી. એકત્ર કરવામાં આવેલા 230 સેમ્પલમાંથી માત્ર એક સંક્રમિત મહિલાનું મોત થયુ છે. જોકે, મૃતક દર્દીનું મોત પેટ સબંધી બીમારીને કારણે થયુ છે. મૃતક દર્દીની ઉંમર 47 વર્ષ હતી. મૃતક દર્દીએ કોવિડ વેક્સીનના બન્ને ડોઝ લીધા હતા.

Advertisement

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ તાજેતરમાં બીજા પુન: સંયોજક વાયરસ XE વિશે જાણ થઇ હતી જે ઓમીક્રોનના સ્ટ્રેનને બે સબવેરિએન્ટ એટલે BA.1 અને BA.2નુ એક સંયોજન સ્ટ્રેન છે. WHOએ પહેલા જ જણાવી દીધુ હતુ કે આ બીએ.2ની તુલનામાં 10 ગણુ વધુ સંક્રમિત છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!