36 C
Ahmedabad
Sunday, May 5, 2024

અરવલ્લી જીલ્લા ARTO ની ચેમ્બરમાં એજન્ટોનો અડિંગો : લોકોના ખિસ્સા ખંખેરવાનો પરવાનો કોને આપ્યો ….!!!


RTO ના રાજાની રાજાશાહીથી ખીસ્સા ખંખેરવાનો ખેલ

Advertisement

રાજા પાસે ખિસ્સા ખંખેરવાનો પરવાનો !

Advertisement

એજન્ટો વગર અરજદારોને લાયસન્સ કઢાવવામાં નાકે દમ 

Advertisement

સીસ્ટથી નાણાં બનાવતા RTO ના રાજા

Advertisement

સીકંદર પણ ખાલી હાથે ગયો’તો, તમને આટલો મોહ શેનો?

Advertisement

લોકોની હાય લેવામાં સાહેબનો ઘણો રસ..!!

Advertisement

એજન્ટ પ્રથા અને તેનો પર્દાફાશ ટૂંક સમયમાં

Advertisement

અરવલ્લી જીલ્લા એ.આર.ટી.ઓ કચેરી જીલ્લા સેવા સદન સામે આવેલી એ.આર.ટી.ઓ કચેરીમાં જાણે કોઈ રણીધણી ન હોય એમ રેઢિયાળ તંત્રને લઈને લોકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે એજન્ટોના નેટવર્કમાં અહીં આવતા સામાન્ય માણસને લાયસન્સ થી લઈ અન્ય પ્રક્રિયામાં પસાર થતા નાકે દમ આવી જાય છે એવું નથી કે અહીં કોઈ અધિકારી નથી,અધિકારી તો છે પણ તેમની ચેમ્બરમાંજ એજન્ટોનો અડિંગો જોવા મળતો હોય છે અધિકારીઓની મિલીભગતના પગલે સામાન્ય અરજદારો લૂંટાઈ રહ્યા હોવાની ચર્ચા થી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે.

Advertisement

Advertisement

મોડાસા ખાતે જીલ્લા સેવાસદન સામે આવેલી અરવલ્લી જીલ્લા એ.આર.ટી.ઓ કચેરીમાં એજન્ટો અરજદારો સામે અધિકારી જેટલો રોફ જમાવતા હોય છે એજન્ટ રાજમાં અરજદાર અધિકારી કે કર્મચારી કોણ એ પણ પારખવામાં થાપ ખાઈ રહ્યા છે એજન્ટો ભલેને લોકોના ખિસ્સા ખંખેરી લેતા હોય છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

Advertisement

એ.આર.ટી.ઓ ને લગતા તમામ કામોમાં અહીં આવનારા મોટા ભાગના લોકોના અનુભવ બહુ ખરાબ છે કારણકે અહીં લાગવગ એજ લાયકાત હોય તેવો સિદ્ધાંત લાગુ પડી રહ્યો છે એજન્ટ ના સંપર્ક વગર સીધા કચેરીના કામકાજ માટે આવનાર લોકો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે ભ્રસ્ટાચારના દલદલમાં ફસાયેલી એ.આર.ટી.ઓ કચેરીમાં જીલ્લા કલેક્ટર ર્ડો.નરેન્દ્ર મીણા અને ગાંધીનગર વિજિલન્સ દ્વારા ઓચિંતી તપાસ કરવાની લોક માંગણી પ્રબળ બની છે.

Advertisement

તમામના મોઢે એક જ શબ્દ સરે છેકે રેઢિયાળ તંત્રમાં કોઈને કોઈ કહેવા વાળું જ નથી કેટલાક ઈમાનદાર અધિકારી અને કર્મચારીઓ અરજદારોને નડતી પારાવાર મુશ્કેલીઓ સામે અગમ્ય કારણોસર ચુપકીદી સાધી લેવાની સાથે ઓફિસ માં બેઠા બેઠા તમાશો જોવા મજબુર બન્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!