31 C
Ahmedabad
Monday, May 20, 2024

અરવલ્લી : મેઘરજ પંથકમાં સખી મંડળની મહિલાઓ દ્વારા હળદર વાવેતર થકી આર્થિક રીતે પગભર થવાનો નવતર સફળ પ્રયોગ  


અરવલ્લીમાં સખી મંડળની મહિલાઓ દ્વારા હળદર વાવેતર થકી આર્થિક રીતે પગભર થવાનો નવતર સફળ પ્રયોગ

Advertisement

રિલાયન્સ ફાઉન્ડેશનના સક્રિય પ્રયત્ન થકી અરવલ્લીના મેઘરજ તાલુકાના ગામોમાં સ્વ સહાય જૂથ સાથે જોડાયેલ પસંદગી યુક્ત મહિલાઓ સાથે સેલમ હળદર વાવેતર થકી આર્થિક રીતે પગભર થવાનો નવતર સફળ પ્રયોગ આવનાર સમયમાં અન્ય મહિલાઓ માટે પ્રેરકબળ બળનું કામ કરશે.

Advertisement

Advertisement

પ્રસ્તુત હળદર વાવેતરના નવતર પ્રયોગને સફળ કરવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પોતાના કાર્ય વિસ્તારના ગામોમાં સ્વ સહાય જુથ સાથે જોડાયેલ મહિલાઓ માંથી ચાલીસ જેટલી સક્રિય મહિલાઓની ઓળખ કરી જરૂરિયાત મુજબનું સેલમ હળદર વાવેતરનું બિયારણ આપી ,કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્માના વિષય નિષ્ણાત દ્વારા કોન્ફરન્સ કોલ મારફતે હળદર વાવેતર અને માવજત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં વારંવાર મુલાકાત ,માર્ગદર્શન અને માવજત થકી મબલખ ઉત્પાદન થયું હતું,જેના પરિણામે ઉત્સાહી સખી મંડળની મહિલાઓ સ્વ સહાય જૂથના પ્લેટફોર્મ થકી જી.એલ.પી.સીના માધ્યમથી ગ્રાઇન્ડિગ મશીન મેળવીને પ્રોસેસિંગ દ્વારા સખી મંડળના બ્રાન્ડથી હાલમાં 250 કિલો હળદર પાવડર અને 1200 કિલો લીલી હળદર વેચાણ કરવામાં સફળ થયા છે,

Advertisement

Advertisement

પ્રસ્તુત હળદર પાવડર ભેળસેળ મુક્ત હોવાથી વર્તમાન સમયના બજાર ભાવ કરતા 30 ટકા વધારે ભાવમાં વેચાણ કરવામાં આવે છે , છતાંય ગુણવત્તા સભર માલ હોવાથી તરત જ વેચાણ થઈ જાય છે, અને લોકલ તથા બજારમાં તેનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો, આવનાર સમયમાં હજુ 1000 કિલો હળદર પાવડર વેચાણનું લક્ષ્યાંક છે, જેમાં ચોક્કસ સફળતા મળશે તેવો દ્રઢ વિશ્વાસ સખી મંડળની મહિલાઓએ વ્યક્ત કર્યો હતો.

Advertisement

પ્રસ્તુત હળદર પ્રોજેકટમાં સફળતા મેળવવામાં રિલાયન્સ ફાઉન્ડેશન અને તાલુકા પંચાયત મેઘરજનો નોંધપાત્ર સહયોગ હોવાથી સખી મંડળની મહિલાઓ દ્વારા ભારો ભાર આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!