37 C
Ahmedabad
Saturday, May 18, 2024

‘કચ્ચા બાદામ’ બાદ હવે લીંબુ સોડાની એન્ટ્રી, ગીત થઇ રહ્યું છે સોશિયલ મીડિયામાં વાયરલ


વાયરલ થતી બાબત આગામી પળે ટ્રેન્ડ થઈ જાય છે. એવુ જ કંઈક જોવા મળ્યુ હતુ કચ્ચા બાદામ ગીતના સમયે. સિંગર ભુબન બડ્યાકરનુ આ ગીત ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ પણ થયુ. આ ગીત પર ડાન્સ અને રીલની મદદથી કેટલાય લોકો ફેમસ થયા. આ ગીતને રિપીટ કરીને ઘણી વાર જોવામાં આવ્યુ, પરંતુ કોને ખબર હતી કે થોડા સમયમાં જ આના જેવુ કંઈક બીજુ લોકોને જોવા મળશે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર બાકી નીંબુ બાદ વિચ પાઉંગા નામનો એક વીડિયો સામે આવી રહ્યો છે. જે ધીરે-ધીરે લોકોનો મોંઢે પોતાનુ સ્થાન બનાવી રહ્યો છે.

Advertisement

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક શખ્સ લીંબુ સોડા વેચતા જોવા મળી રહ્યો છે. જેનો અંદાજ જોઈને દરેક હેરાન છે. વીડિયોમાં એક શખ્સ પોતાના અંદાજમાં ગીત ગાતા લીંબુ સોડા બનાવતા જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જોવામાં આવ્યો અને પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી સાત લાખ કરતા વધારે જોવામાં આવી ચૂક્યો છે.

Advertisement

આ વીડિયોને જોઈને યુઝર્સ રિએક્શન આપી રહ્યા છે. જેનો સિલસિલો હજુ પણ ચાલુ છે. લીંબુની વધતી કિંમતની વચ્ચે લીંબુ સોડાનુ આ ગીત ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે. કેટલાક સમય પહેલા વાયરલ થયેલુ કચ્ચા બાદામ બાદ સોશ્યલ મીડિયાની દુનિયામાં જામફળ અને દ્રાક્ષ વેચવાની અનોખી શૈલી વધુને વધુ વાયરલ થઈ હતી. જે બાદ હવે લેમન સોડા ચર્ચામાં છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!