37 C
Ahmedabad
Saturday, May 18, 2024

CNG રિક્ષામાં દારૂની હેરાફેરી : શામળાજી પોલીસે ફિલ્મી ઢબે રિક્ષાનો પીછો કરતા નદીમાં રિક્ષા થોભી, રિક્ષામાંથી 432 બોટલ-બિયર મળી


ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂની મોટા પ્રમાણમાં ખપત રહે છે દારૂબંધીનો ફાયદો ઉઠાવી બુટલેગરો એનકેન પ્રકારે દારૂ ઠાલવી ત્રણ થી ચાર ગણા રૂપિયા દારૂના રસિયાઓ પાસેથી ઉલેચી રહ્યા છે જોકે પોલીસ પણ ચોક્કસ માહિતીને આધારે દારૂની થતી હેરાફેરી નિષ્ફળ બનાવે છે. શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર ચેકીંગ હાથધરતાં રાજસ્થાન તરફથી રિક્ષામાં દારૂ ભરી પસાર થતા બુટલેગરને અટકવાવાનો પ્રયત્ન કરતા બુટલેગરે રોંગ સાઈડ રિક્ષા દોડાવી મૂકી અણસોલ નદીમાં મુકી ફરાર થઇ જતા પોલીસે રિક્ષામાંથી 42 હજારથી વધુનો દારૂ ઝડપી
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

શામળાજી પીએસઆઈ ભરત ચૌહાણ અને તેમની ટીમે અણસોલ ગામ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતાં રાજસ્થાનથી અણસોલનો બુટલેગર મનોજ ઉર્ફે સાહીલ ઉર્ફે ગુણો રણછોડ નિનામા રિક્ષામાં દારૂ ભરી આવતા પોલીસે અટકાવવા પ્રયત્ન કરતા રિક્ષા ચાલકે રિક્ષા રોંગ સાઈડ દોડાવી મુકતા પોલીસે પીછો કરતા બુટલેગર રિક્ષા અણસોલ ગામની નદીમાં ઉતારી દઈ ફરાર થઇ જતા પોલીસે રિક્ષામાંથી 432 બોટલ વિદેશી દારૂ અને બિયર ટીનનો જથ્થો જપ્ત કર્યો હતો. શામળાજી પોલીસે 42 હજારથી વધુનો દારૂ અને રિક્ષા મળી રૂ.92480/- નો મુદ્દામાલ જપ્ત કરી અણસોલના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!