37 C
Ahmedabad
Saturday, May 18, 2024

દિલ્હીના ત્રણ મૂર્તિ એસ્ટેટમાં નિર્માણ ‘પ્રધાનમંત્રી સંગ્રહાલય’નું ઉદ્ધાટન કરતા PM મોદી


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે ‘પ્રધાનમંત્રી સંગ્રહાલય’નું ઉદ્ઘાટન કર્યું છે. દેશના 14 પૂર્વ પ્રધાનમંત્રીઓના જીવન અને યોગદાનને દર્શાવવા દિલ્હીના ત્રણ મૂર્તિ એસ્ટેટમાં પ્રધાનમંત્રી સંગ્રહાલય બનાવાયુ છે. સંગ્રહાલયની ડિઝાઇન ઉભરતા ભારતની વાર્તાથી પ્રેરિત છે. અને તેમાં કુલ 43 ગેલેરી છે. આ મ્યુઝિયમ આઝાદી બાદ દેશના દરેક પ્રધાનમંત્રીને શ્રદ્ધાંજલિ છે.

Advertisement

રાષ્ટ્રનિર્માણમાં ભારતના તમામ પ્રધાનમંત્રીઓનાં યોગદાનને સન્માનિત કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન દ્વારા માર્ગદર્શિત, પ્રધાનમંત્રી સંગ્રહાલય એ સ્વતંત્રતા પછીના ભારતના દરેક પ્રધાનમંત્રીને તેમની વિચારધારા અથવા કાર્યકાળને ધ્યાનમાં લીધા વિના બિરદાવલી છે. આ સંગ્રહાલય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં એક સમાવેશી પ્રયાસ છે, જેનો ઉદ્દેશ્ય યુવા પેઢીને આપણા તમામ પ્રધાનમંત્રીઓનાં નેતૃત્વ, વિઝન અને સિદ્ધિઓ વિશે સંવેદનશીલ બનાવવાનો અને પ્રેરણા આપવાનો છે.

Advertisement

જૂના અને નવાના એકીકૃત સંમિશ્રણનું પ્રતિનિધિત્વ કરતું આ સંગ્રહાલય અગાઉના તીન મૂર્તિ ભવનને એક કરીને બ્લોક I તરીકે નિર્દિષ્ટ કરે છે, જેમાં નવા બંધાયેલાં બિલ્ડિંગને બ્લોક II તરીકે નિર્દિષ્ટ કરવામાં આવે છે. બંને બ્લોકનું કુલ ક્ષેત્રફળ 15,600 ચોરસ મીટરથી વધુ છે.

Advertisement

સંગ્રહાલયમાં કુલ 43 ગૅલેરીઓ છે. સ્વતંત્રતા સંગ્રામ અને બંધારણનાં ઘડતર પરના પ્રદર્શનોથી શરૂ કરીને, સંગ્રહાલય એ ગાથા કહે છે કે કેવી રીતે આપણા પ્રધાનમંત્રીઓએ વિવિધ પડકારોમાંથી રાષ્ટ્રનું સંચાલન કર્યું અને દેશની સર્વાંગી પ્રગતિ સુનિશ્ચિત કરી. મ્યુઝિયમની ઈમારતની ડિઝાઈન ઉદય થતાં ભારતની ગાથાથી પ્રેરિત છે, જે તેના નેતાઓના હાથ જેવા આકારમાં ઘડવામાં આવી છે. ડિઝાઇનમાં ટકાઉ અને ઊર્જા સંરક્ષણ પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટનાં કામ દરમિયાન એક પણ વૃક્ષ કાપવામાં આવ્યું નથી કે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું નથી. સંગ્રહાલયનો લોગો રાષ્ટ્ર અને લોકશાહીનું પ્રતીક ધરાવતું ધર્મ ચક્ર ધરાવતા ભારતના લોકોના હાથનું પ્રતિનિધિત્વ કરે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!