42 C
Ahmedabad
Saturday, May 18, 2024

કળાની કદર : કલરવ શિશુ વિહારની વિદ્યાર્થિની ચિત્ર સ્પર્ધામાં બાજી મારી, જોયાના પ્રમાણ પત્ર એનાયત


મોડાસા શહેરની કલરવ શિશુ વિહાર કેન્દ્રની વિદ્યાર્થિનીને ચિત્ર સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ દેખાવ બદલ સન્માનિત કરવામાં આવી છે. બજાજ કેપિટલ દ્વારા મોડાસા શહેરની અલગ-અલગ શાળાઓમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેમાં 400 થી વધારે વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ ભાગ લીધો હતો, જેમાંથી 40 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓની પસંદગી કરવામાં આવી હતી. આ ચિત્ર સ્પર્ધામાં કલરવ શિશુ વિહારમાં અભ્યાસ કરતી જોયા સમીરખાન બલોચ ને બજાજ કેપિટલ તરફથી પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. બાળકોની પ્રતિભા બહાર આવી શકે તે હેતુથી ચિત્ર સ્પર્ધા યોજવામાં આવતી હોય છે.

Advertisement

મોડાસા શહેરની કલરવ શિશુ વિહાર શાળામાં બાળકોને શિક્ષણની સાથે સાથે અલગ-અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હોય છે, જેથી બાળકોમાં રહેલી પ્રતિભાઓ બહાર આવી શકે. બાળકોની પ્રતિભાઓને બહાર લાવવા આ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જોયા સમીરખાન બોલચ ને પણ ચિત્રકળામાં સારો દેખાવ કરવા બદલ પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવતા પરિવારજનોમાં આનંદની લાગણી પ્રસરી છે.

Advertisement

વિદ્યાર્થીઓએ ચિત્રની સ્પર્ધામાં સારો દેખાવ કરતા મંડળના પ્રમુખ બિપીન શાહ, શાળાના આચાર્યા ઇલાબેન તેમજ શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!