31 C
Ahmedabad
Sunday, May 12, 2024

અરવલ્લી કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલનની બેઠક, પ્રજાના પ્રશ્નોને પ્રાથમિકતા આપવા અધિકારીઓને સૂચન, RTOમાં પ્રજા પરેશાન !!


કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં સંકલનની બેઠક યોજાઈ

Advertisement

પ્રજાના પ્રશ્નોને વાચા આપવા અધિકારીઓને સૂચના

Advertisement

પ્રજા પરેશાન ન થાય તે માટે કલેક્ટર સતર્ક છે, જોકે કેટલીક કચેરીઓ અને અધિકારીને આમા રસ નથી

Advertisement

પ્રજાને હાલાકી ન થાય તેવા આશાય સાથે કલેક્ટર  સંકલનની બેઠકમાં સૂચનો કરે છે

Advertisement

પણ….

Advertisement

RTO કચેરીમાં લાયસન્સ, RC બૂક તેમજ વાહન ટ્રન્સ્ફર સહિતની કામગીરી માટે અરજદારો પરેશાન !

Advertisement

RTO માં અધિકારીને 5 વર્ષથી સત્તા પર હોવાનો રૂઆબ કંઇક અલગ જ….

Advertisement

RTo કચેરીમાં દલાલોનો જમાવડો પણ અધિકારીઓનું ‘મૌનવ્રત’

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લાના જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં તથા જિલ્લા વિકાસ અધિકારી શ્વેતા તેવટીયાની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું કે,સંકલનના અમલીકરણ અધિકારીઓને અરવલ્લી જિલ્લાના અરજ્દારો તરફથી આવતી ફરિયાદોનું દરેક પ્રશ્નોનોનું ઝડપથી નિરાકરણ આવે, પ્રજાની વચ્ચે રહીને પ્રજાને સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો લાભ અપાવીએ, તેમજ દરેક વિભાગના અધિકારીઓએ ફિલ્ડમાં જવું અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટેના પ્રયાસો કરવા તાકીદ કરી હતી તથા રાત્રી ગ્રામ સભા યોજી અધિકારી ઓ સ્થળ ઉપર પ્રશ્નોનું નિરાકરણ કરવા પણ જરુરી સુચન અમલીકરણ અધિકારીઓને કર્યું હતું

Advertisement

જિલ્લા કલેક્ટર પ્રજા પરેશાન ન થાય તેવા તમામ પ્રયાસો કરી રહ્યા છે, પણ કેટલાક અધિકારીઓને જાણે સત્તાનો મોહ અને જાણે આખોય જિલ્લો તેમનો હોય તેવો રૂઆબ રાખી રહ્યા છે, જેમાં આર.ટી.ઓ. કચેરીમાં તો ખાસ. સામાન્ય થી સામાન્ય કામ માટે એક માત્ર દલાલો જ મદદરૂપ બની શકે છે માટે આલ્ફાબેટ પ્રક્રિયાથી જ કામ કરીને કટકી થતી હોવાની દલાલોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

Advertisement

કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્વેતા તેવટીયા, અધિક નિવાસી કલેકટર એન.ડી.પરમાર, બાયડ, મોડાસા પ્રાંત અધિકારીઓ અને સંકલનના અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!