42 C
Ahmedabad
Saturday, May 18, 2024

Impact : પેસેન્જર વાહન ચાલકોને છાવર્યા કે શું.. ? ખરીદી માટે આવેલા 4 વાહન લોક…!!! આવી કામગીરી ક્યાં સુધી ચાલશે.. ?


વાહન લોક કરવામાં પણ પોલિસની કામગીરી પર સવાલો..

Advertisement

રાજસ્થાનથી ભરીને આવતા કેટલા વાહનો લોક કર્યા તે એક સવાલ..

Advertisement

ખરીદી કરવા આવેલા વાહનોને લોક કરીને કામગીરીનો ઢોંગ કર્યો ..!

Advertisement

જે વાહનો અડચણરૂપ થાય છે તે વાહનોને લોક કરવાનું ભૂલી ગયા કે શું…?

Advertisement

રાજસ્થાનથી પેસેન્જર ભરી આવતા અને આડેધડ જીપ પાર્કિંગ કરતા ચાલકો ન જોવાયા કે.?

Advertisement

ટ્રાફિક કયા વાહનથી સર્જાયો હતો તે માટે મેરા ગુજરાત પર પ્રસિદ્ધ થયેલા સમાચાર લીયો ચોકીના કર્મચારીઓએ વાંચવા જોઇએ

Advertisement

મોડાસા શહેરના લીયો પોલિસ ચોકી નજીક ટ્રાફિકની સમસ્યાના મેરા ગુજરાત અહેવાલથી પોલિસ તંત્ર જાગ્યું અને કર્મચારીઓએ આળસ ખંખેરી ઉચ્ચ અધિકારીના આદેશનું પાલન કરવા દોડી પહોંચ્યા. લીયો પોલિસ ચોકીના કર્મચારીઓએ 4 જેટલા વાહન લોક કરવાની તજવીજ હાથ ધરી હતી. લીયો પોલિસ ચોક દ્વારા કામગીરી તો કરવામાં આવી પણ ખરેખર જે પેસેન્જર વાહનોને કારણે ટ્રાફિક સર્જાયો હતો તે વાહનો જ દંડાય નથી અને બીજા વાહન ચાલકોને દંડ કરીને કામગીરી કર્યાનો ઢોંગ રચવામાં આવ્યો હોવાની વાતો વહેતી થઇ.

Advertisement

Advertisement

લીયો પોલિસ ચોકી નજીક મોટાભાગે રાજસ્થાનથી આવતા વાહન ચાલકોને કારણે ટ્રાફિક સર્જાતો હોય છે અને તેમાંય મોટાભાગે પેસેન્જર જીપ, તૂફાન અને ઇકો ગાડીથી સમસ્યા સર્જાતી હોય છે કેટલા પેસેન્જર વાહનોને લોક કરવામાં આવ્યા તે એક સવાલ છે.

Advertisement

મોટાભાગે સવારે 10 થી 12 વાગ્યાના અરસામાં ભારે ટ્રાફિક સર્જાતો હોય છે ત્યારે સ્થાનિક લીયો પોલિસ ચોકીના કર્મચારીઓ બહાર નિકળવાનું નામ લેતા નથી જેથી રોજગાર અર્થે જતાં રાહદારીઓ અને વાહન ચાલકોએ હાલાકીઓનો સામનો કરવો પડતો હોય છે. આવા સંજોગોમાં જિલ્લા ટ્રાફિક પોલિસ તેમજ સ્થાનિક પોલિસે એક રાઉન્ડ મારીને પેસેન્જર વાહન ચાલકોને દંડ કરવો જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement

સોમવારના દિવસે પોલિસ દ્વારા ગણતરીના વાહનોને લોક કરીને કાર્યવાહી કરી છે તે કેટલા દિવસ ચાલશે તે પણ એક સવાલ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!