32 C
Ahmedabad
Thursday, May 16, 2024

અરવલ્લી : JCI મોડાસા અને આયુર્વેદ વિભાગ દ્વારા આયુર્વેદ-હોમિયોપેથ નિઃશુલ્ક મેગા કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો


મોડાસા શહેર સહીત અરવલ્લીમાં સેવાકીય કાર્યો માટે હંમેશા અગ્રેસર રહેતી જેસીઆઈ દ્વારા સતત જરૂરિયાત મંદ અને ગરીબ પરિવારો ને મદદરૂપ બનવા પ્રયત્નશીલ રહે છે મોડાસા શહેરના જેસીઝ હોલમાં જેસીઆઈ અને જીલ્લા આર્યુવેદ વિભાગ દ્વારા મફત નિદાન અને નિઃશુલ્ક દવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પનો લાભ લેવા મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટ્યા હતા આયુર્વદ વિભાગ દ્વારા આયુર્વેદ સારવાર અને યોગ અંગે જનજાગૃતિ પણ કરવામાં આવી હતી.મોટી સંખ્યામાં શહેરીજનોએ આયુર્વેદિક દવાઓ લઇ તબીબો પાસેથી જરૂરી માર્ગદર્શન મેળવ્યું
 મોડાસા જેસીઆઈ દેવેશ એન્જીનીયર અને તેમની ટીમે સોમવારે જીલ્લા આર્યુવેદ અધિકારી ડો.પી.પી.ખરાડી તેમજ આયુર્વેદિક વિભાગની ટીમ અને હોમિયોપેથીના તીબીબો ઉપસ્થિત રહી જેસીઝ હોલ ખાતે આયુર્વેદ-હોમિયોપેથ નિઃશુલ્ક નિદાન મેગા કેમ્પ યોજ્યો હતો, જેમાં આયુર્વેદ અને હોમિયોપેથી તબીબોએ દર્દીઓનું નિદાન કરી સારવાર આપી હતી આ કેમ્પમાં જેસીઝ મિલ્ક કમિટીના નવનીત પરીખ, નિલેશ જોશી તેમજ જેસીઆઈના ધર્મેન્દ્ર ત્રિવેદી, જેસીઆઈના મેમ્બર્સ ઉપસ્થીત રહ્યા હતા આ કેમ્પમાં મોડાસા કોમર્સ કોલેજના એન.એસ.એસના સ્વયંસેવકોએ ખડેપગે સેવા બજાવી હતી.

Advertisement

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!