38 C
Ahmedabad
Monday, April 29, 2024

ગીરસોમનાથ : દરગાહ ઉપર ધજા ફરકાવ મામલે વેરાવળમાં બે વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી


મેરા ગુજરાત, ગીરસોમનાથ

Advertisement

હાલમાં જ રામનવી દરમિયાન હિંસાઓ થવાની ઘટનાઓ રાજ્યમાં થવા પામી હતી, જેને લઇને પોલિસ દ્વારા શાંતિનો ભંગ ન થાય તે માટે કડક કાર્યવાહી કરી રહી છે. આ વચ્ચે વેરાવળમાં વખારિયા બજારમાં આવેલ એક દરગાહમાં અજાણ્યા શખ્સ દ્વારા રાત્રીના એક વાગ્યાના સમય દરમ્યાન ભગાવ કલરની ધજાઓ દરગાહ ની છતાં ઉપર ફરકાવાના લીધે વેરાવળ મા ગત મધ્ય રાત્રીનાં બે સમુદાય વચ્ચે તણાવ સર્જાયો હતો. જેથી પોલીસ તંત્ર દ્વારા બન્ને સમુદાય ને શાંતિ જાળવવા અપીલ કરી બન્ને સમુદાય ના ટોળા ને કાબુ માં લઇ મામલો થાળે પાડ્યો. સમગ્ર ઘટનાને પગલે વેરાવળ પોલીસ સ્ટેશનમાં કાદરશા મહમદઅમીન શાહમદાર ફકીર ત્રણ અજાણ્યા શખ્સો વિરૃદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગીર સોમનાથ જિલ્લાના એસ.પી. મનોહરસિંહ જાડેજા દ્વારા ગુનાની ગંભીરતા ને ધ્યાનમાં લઈ ને ત્રણ આરોપીઓ ને ગણતરી ની કલાકો મા ધરપકડ કરેલ હતી. આરોપી વિપુલ કિશોરભાઇ પરમાર લુહાર, કૈલાસ કદમ માલવાડી તેમજ કિશોર વયના એક યુવાન ની ધરપકડ કરેલ હતી. તેમજ હનુમાન જયંતિ વગર પરવાનગીએ કાઢતા બે વિરૂદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં નગીન મોનજી ભુટી, હીતેશ મનોજી ભુટી વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તો ધાર્મિક સ્થળ ની ટોચ પર ઝંડો ફરકાવતો વિવાદિત વીડિયો વાયરલ કરનાર કૃણાલભાઈ જાદવ ગંડેરી અને સની ઉર્ફ બેરો ચુની ચોમલ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી વેરાવળ સીટી પોલીસ હાથ ધરી હતી.

Advertisement

જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા એ અપીલ કરી હતી કે, લોકોના શાંતિ જાળવવા માટે અપીલ કરી છે, આ સાથે જ શાંત ડહોળનાર અને સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ વાઈરલ કરનાર સામે પણ પોલિસની નજર હોવાનું જણાવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!