33 C
Ahmedabad
Sunday, May 5, 2024

અરવલ્લી જિલ્લામાં શિક્ષકની લંપટાઈ, વિદ્યાર્થિનીઓને એવું કહી દીધું કે ધ્રુસકે-ધ્રુસકે રડી, સકંજામાં શિક્ષક


અરવલ્લી જિલ્લામાં શિક્ષણની સ્થિતિ એટલી હદે કથળી છે કે, બાળકોને શાળાએ મોકલવા કે ન મોકલવા તે એક સવાલ છે. તેમાંય સરકારી શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના અને હવે શિક્ષક ભાન ભૂલ્યો અને મોંઢે શિક્ષણના શબ્દોને બદલે અશ્લિલ શબ્દો નિકળવાના શરૂ થઇ ચૂક્યા છે. બાયડ તાલુકાના ઉંટરડા પ્રાથમિક શાળામાં શિક્ષક પર અશ્લિલ શબ્દો કહેવાનો વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કરતા શાળામાં હોબાળો મચી જવા પામ્યો હતો. ઘટનાને લઇને આંબલિયારા પોલિસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

Advertisement

Advertisement

જુના ઉંટરડા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થિનીઓનો સાથે વાત કરવામાં નફ્ફટ શિક્ષકને જરાય શરમ કે ભાન ન રહ્યું અને વિદ્યાર્થિનીઓને ન કહેવાનું કહી દેતા વિદ્યાર્થિનીઓ ધ્રુસકે – ધ્રુસકે રડવા માંડી હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણ 6, 7 અને 8 ની વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરતા ભાંડો ફૂટ્યો હતો. એક વિદ્યાર્થિનીને પેટમાં દુખાવો થતાં નફ્ફટ શિક્ષકે કહી દીધુ કે મહિના છે ? આવી લાજ શરમ વિનાનો શિક્ષક આગળ વધીને તે બોલાય તેવું બોલાવા લાગ્યો હોવાનું વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો હતો.

Advertisement

Advertisement

હાલ રાજ્યમાં શિક્ષણને લઇને રાજનીતિ ગરમાઈ છે, શાળાઓની સ્થિતિને લઇને આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણ વ્યવસ્થાઓ પર સવાલો ઉઠાવી રહ્યું છે. આ વચ્ચે અરવલ્લી જિલ્લામાં શિક્ષણ વ્યવસ્થાને કલંકિત કરતો કિસ્સો આવતા શિક્ષણ પંથકને શર્મસાર કરતી ઘટનાને લઇને ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાને લઇને પોલિસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લંપટ શિક્ષક બિપીન વી.પટેલ ની ધરકડ કરી છે

Advertisement

શિક્ષણ જગતને લાંછન લગાવતા શિક્ષકો પર કેવી કાર્યવાહી થશે?
સરકારી શાળાઓમાં છાશવારે શિક્ષણને લાંછન લગાડનારી ઘટનાઓ ઘટતી હોય છે પણ આવા લંપટ શિક્ષકો છૂટી જતાં હોય છે, પણ આવા શિક્ષકો સામે કોઇ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. પોલિસ ફરિયાદ થાય છે પણ ખાતાકીય કડક કાર્યવાહી ન થતાં આવા લંપટ શિક્ષકોની લંપટાઈ વધી જતી હોય છે. શિક્ષણ સંસ્થાનોમાં શિક્ષકની જવાબદારી શિક્ષાને પિરસવાની છે, જેથી બાળકોમાં કેળવણીનો સંચાર થાય પણ આવા શિક્ષકો આખો દિવસ મોબાઈલમાં માથુ મારીને મગજ વિચલિત કરી દેતા હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે, જેથી વિચારો ખરાબ આવતા લંપચાઈ કરી શિક્ષણ જગતને શર્મસાર કરતા હોય છે. આવા શિક્ષકો સામે રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગ કેવી કાર્યવાહી કરશે તે એક સવાલ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!