32 C
Ahmedabad
Wednesday, May 15, 2024

અરવલ્લી : ધનસુરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બ્લોક હેલ્થ મેળાનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો


ધનસુરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા કક્ષાના બ્લોક હેલ્થ મેળાનું આયોજન આરોગ્ય શાખા જીલ્લા પંચાયત, અરવલ્લી અને જીલ્લા વહીવટી તંત્ર , અરવલ્લી ના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કચેરી, ધનસુરા મારફતે કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા પંચાયત પ્રમુખ કીરણબા તખતસિંહ પરમાર, સરપંચ હેમલત્તાબેન પટેલ, સામાજિક કાર્યકર અતુલભાઈ બ્રહ્મભટ્ટ, નરેન્દ્ર પટેલ, સીડીએચઓ ડો.આર. જી. શ્રીમાળી, તાલુકા આરોગ્ય અધિકારી ડો.જે.કે. પ્રણામી ,મામલતદાર ચેતનસિંહ ઝાલા, અને અન્ય અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા.

Advertisement

Advertisement

આ બ્લોક હેલ્થ મેળામાં આરોગ્ય વિભાગ , મહિલા અને બાળ વિકાસ વિભાગ, આયુર્વેદિક વિભાગ, પંચાયત વિભાગ, રમત-ગમત વિભાગ વગેરે દ્વારા સરકારની આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તે માટે સ્ટોલ દ્વારા આઈ.ઈ.સી કરવામાં આવેલ તેમજ સ્ત્રી રોગ નિષ્ણાત , સર્જન ડોક્ટર , જનરલ ફિઝિશિયન ,ચામડીના રોગના નિષ્ણાત, દાંત રોગના નિષ્ણાત, આંખ રોગના ડોક્ટર વિગેરે નિષ્ણાત ડોક્ટર મારફતે સેવા આપવામાં આવેલ. અને આ બ્લોક હેલ્થ મેળામાં PMJAY કાર્ડ, યુનિક હેલ્થ આઈ.ડી , ટેલી કન્સલટેશન, યોગા ,ચેપી તથા બિન ચેપી રોગની અટકાયતી પગલા અને નિદાન, માતા તથા બાળકના સ્વાસ્થ્યની સંભાળ, આંખ અને કાનની તપાસ, વિનામુલ્યે લેબોરેટરી તપાસ, વિનામુલ્યે દવાઓ, વિગેરે માટેની વ્યવસ્થા બ્લોક હેલ્થ મેળા દરમિયાન કરવામાં આવેલ અને ધનસુરા તાલુકાના બ્લોક હેલ્થ મેળામાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!