41 C
Ahmedabad
Sunday, May 19, 2024

બોરવેલમા મજૂરી તરીકે કામ કરતો મજૂર ચોર નિકળ્યો : મધ્યપ્રદેશમાં લૂંટ અને આમ્સ એક્ટનો આરોપી ઇસરી પંથકમાંથી ઝડપાયો


ચોરી અને લૂંટ ને અંજામ આપી ચોરો પોતાને બચાવવા માટે અવનવા કિમીયા કરતા હોય છે અને આવા કિમિયામાં તેવો કેટલેક અંશે અસફર રહી છેવટે પોલિસના સિકંજામાં આવી ને પકડાઈ જતા હોય છે વધુમાં ચોર ચોરી કરતા છેલ્લે કંઈક ને કંઈક સબૂત મુકતો જતો જ હોય છે અને એ સબૂત ને આધારે આરોપી સુધી પોહચી જવામાં સફરતા હાથ લાગી જતી હોય છે. હવે અન્ય રાજ્યનો આરોપી ચોરી અને લૂંટ જેવા ગુન્હા ને અંજામ આપી અરવલ્લી જિલ્લામાં સ્થળાઅંતર કરતો આરોપી ઝડપાયો હતો જેમાં વાત કરવામાં આવે તો મધ્મપ્રદેશ રાજ્યના સેલવા ગ્રામીણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં IPC કલમ -394 તથા આમર્સ એક્ટ હેઠળ ના ગુન્હામાં સંડોવાયેલ આરોપી જે ઇસરી પંથકમાં થી ઝડપાયો હતો

Advertisement

મધ્યપ્રદેશમા વડલા રોડ સેલવા ગ્રામીણ પોલિસ સ્ટેશન વિસ્તારમા આવેલ ફરિયાદી પાસે  25/3/2022 ના રોજ બેગ માંથી ફરિયાદીને પિસ્તોલ બતાવી ચાર આરોપીએ એ 90,000/- રૂપિયાની રોકડ રકમની ચોરી કરી ચોરીને અંજામ આપી ફરાર થઇ ગયા હતા.જે અન્વયે પોલિસ દ્વારા તપાસ હાથ ધરાતા એક આરોપી ઇસરી પંથકમાં રહેતો હોવાની હકીકત મળતા મધ્યપ્રદેશfની પોલીસે ઇસરી પોલિસ સ્ટેશન ના સ્ટાફનો આશરો લીધો હતો અને આરોપીને પકડવામાં સફરતા હાથ લાગી હતી જેમાં પકડાયેલ આરોપી રેલ્લાંવાડા ખાતે સુદર્શન બોરવેલમા મજુર તરીકે કામ કરતો આરોપી અનિલ કાશીરામ જાદવ ઉમર 30 વર્ષ રહે 73-અનુલ ખુર્દ બડાવાજા મધ્મપ્રદેશ ના નેહોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આ સુદર્શન બોરવેલ નું કામ કાજ જાલમપુર ખાતે થતું હોવાની બાતમી મળતા મધ્યપ્રદેશ ની પોલિસ ઇસરી ખાતે આવી પોહચી ઇસરી પોલિસની મદદ લઇ સ્થળ પર પોહચી કોર્ડન કરી આરોપીને જાલમપુર ખાતે બોરવેલ મા કામ કરતો ઇસરી પોલિસ તેમજ મધ્યપ્રદેશ પોલિસ સ્ટાફના સંયુક્ત કામ થી આરોપીને ઝડપી પાડવામાં સફરતા હાથ લાગી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!