41 C
Ahmedabad
Sunday, May 19, 2024

કઠિન સમયે જે કામ લાગે તેના માટે શબ્દ નિકળે છે ભગવાન, દિવ્યાંગનો સહારો બની સાબરકાંઠા પોલિસ, જાણો કેવી રીત


સાબરકાંઠા પોલીસને સલામ : દિવ્યાંગ પરીક્ષાર્થીને પોલીસકર્મીએ એક્ટિવા પર બેસાડી પરીક્ષા ખંડમાં પહોંચાડી કરી માનવતા મહેંકાવી

Advertisement

પોલીસમાં માનવતાની લાગણી નથી હોતી એવો આક્ષેપ અવારનવાર કરવામાં આવતો હોય છે. ખાખી વરદી પહેરેલા પોલીસની ઇમેજ સામાન્ય રીતે કડક હોય છે. જોકે ખાખી વરદીની પાછળ માનવતાવાળો ચહેરો પણ છુપાયેલો હોય છે એવા અનેક અનુભવ જરૂરિયાતમંદ વાળા લોકોએ અનુભવ્યા છે.

Advertisement

Advertisement

રાજ્યમાં રવિવારના રોજ બિન સચિવાયલની પરીક્ષામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ કરવા ખડેપગે ફરજ બજાવી હતી સાબરકાંઠા પોલીસકર્મીએ ફરજ દરમિયાન એક દિવ્યાંગ પરીક્ષાર્થીને સેન્ટર થી પરીક્ષા ખંડ દૂર હોવાથી તેની મદદે પહોંચી એક્ટિવા પર બેસાડી પરીક્ષાખંડમાં પહોંચાડી માનવતા મહેકાવી હતી અન્ય પરીક્ષાર્થીઓએ પણ દિવ્યાંગ વિદ્યાર્થીની મદદે પહોંચેલી પોલીસકર્મીની સરાહના કરી હતી.

Advertisement

Advertisement

સાબરકાંઠાના હિંમતનગર શહેરની હિંમત હાઈસ્કૂલમાં બિન સચિવાયલની પરીક્ષાનું સેન્ટર ફાળવવામાં આવ્યું હતું. આ સેન્ટરમાં એક દિવ્યાંગ પરીક્ષાર્થીનો નંબર હોવાથી સેન્ટર પર પહોંચ્યો હતો. દિવ્યાંગ વિદ્યાર્થી ચાલી શકતો ન હોવાથી પરીક્ષા સેન્ટરના પ્રવેશદ્વાર થી પરીક્ષાખંડ દૂર હોવાથી તડકો અને મેદાનમાં દિવ્યાંગ વિદ્યાર્થીને તકલીફ ન પડે તે માટે તાબડતોડ બે પોલીસકર્મી દિવ્યાંગ વિદ્યાર્થીને મદદ કરવાનો નિર્ણય કરી પોલીસકર્મીઓએ દિવ્યાંગ પરીક્ષાર્થીને એક્ટિવા પર બેસાડી પરીક્ષાખંડ સુધી પહોંચાડવાની સાથે તેના સ્થળે બેસાડી મદદરૂપ બની માનવસેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું દિવ્યાંગ પરીક્ષાર્થી સહીત અન્ય પરીક્ષાર્થીઓએ પોલીસકર્મીની મદદને સલામ કરી હતી.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!