25 C
Ahmedabad
Tuesday, May 14, 2024

અરવલ્લી : મોડાસાના ચાંદ ટેકરી નજીક જંગલાં ભિષણ આગ, જંગલોનો નખ્ખોદ વાળવા આમાદુ કોણ…? જુઓ આગનો Video


અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ ઘટી રહી છે અને વનવિભાગ શું કરે છે તે એક સવાલ છે. વનવિભાગના પાપે જંગલો બળી રહ્યા છે અને જંગલોનો નાશ થતો નરી આંખો જોઇ શકાય છે. રવિવારના રોજ બપોરના અરસામાં મોડાસાના ચાંદ ટેકરી વિસ્તારમાં આવેલા જંગલમાં ભિષણ આગ લાગવાની ઘટના ઘટી છે. હજરત સૈયદ પીર પન્નાસા અને તન્નાસા બાવાની દરગાહ નજીક આગની ઘટના ઘટી છે. ઘટનાની જાણ થતાં વનવિભાગ દોડતું થયું અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement

છેલ્લા ઘણાં સમયથી જિલ્લાના જંગલો જાણે આગના હવાલે થયા હોય તેમ સ્પષ્ટ લાગે છે, પણ આગ કોણ લગાવે છે તે ખ્યાલ નહીં પણ લોકચર્ચા ચોક્કસ છે કે, કોલસા કૌભાંડ માટે કૌભાંડીઓ આગ લગાવી જંગલોનો નખ્ખોદ વાળી નાખવા આમાદું થયું હોય તેમ સ્પષ્ટ લાગે છે. જંગલો છે તો શહેર છે કારણ કે, પર્યાવરણ માટે જંગલો હોવા જરૂરી છે, જે પવન તેમજ કુદરતી આપદાથી બચાવે છે, પણ અહીં તો જંગલોના સત્યાનાશ માટે ન જાણે કેમ વનવિભાગ આંખે પાટા બાંધીને માત્ર ગુલાબી કાગળ પાછળ ગાંડુ થયું હોય તેમ પર્યાવરણ પ્રેમીઓમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

Advertisement

જુઓ ભિષણ આગનો વીડિયો

Advertisement

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!