35 C
Ahmedabad
Thursday, May 16, 2024

એક સમયની કચ્છની સૌથી મોટી જાગીર અમેરિકા ખાતે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં ઝળહળશે


કચ્છના યુવાનોએ વખતે ને વખતે માત્ર દેશમાં નહીં પણ આંતરાષ્ટ્રીય સ્તરે કચ્છનું નામ રોશન કર્યું છે. કચ્છના વધુ એક યુવા પ્રોફેસરની કચ્છના એક સમયના સૌથી મોટા જાગીર પર બનાવેલી ફિલ્મ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ પ્રસારિત થવા માટે પસંદ પામી છે. કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટનાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને કલા-દિગ્દર્શન સાથે જોડાયેલા ડૉ. કનિષ્ક શાહ અને તેમની ટીમ દ્વારા તૈયાર થયેલી રોહા ફોર્ટની દસ્તાવેજી ફિલ્મની પસંદગી આ વર્ષના આંતરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ મહોત્સવ માટે થઇ છે.

Advertisement

Advertisement

આ ફિલ્મમાં ડાયરેક્ટર અને સ્ક્રિપ્ટ ડો. શાહે તૈયાર કરી હતી. વક્તા તરીકે ડો. આલાપ અંતાણી, ફોટોગ્રાફી મોહીત સોનીએ, બેક ગ્રાઉન્ડ સંગીત સાહીલ ઉમરાણિયાએ, ગ્રાફીક ડીઝાઈન સોહૈલ મિસ્ત્રીએ અને હાર્દિક સોલંકીએ સોશિયલ મીડિયા સહયોગ આપ્યો છે. ડૉ. કનિષ્ક શાહની ફિલ્મ મેકિંગ સફર આઈ.જી.એફ.એફ. 2019 થી શરૂ થઈ હતી જ્યારે તેમની શૉર્ટ ફિલ્મ `રિબૂટીંગ મહાત્મા’ પસંદ થઈ હતી. `રિબૂટીંગ મહાત્મા’ શૉર્ટ ફિલ્મને લોસ એંજલસ અને ન્યૂ જર્સીમાં દર્શાવાઈ હતી. આ નવતર વિચારને વિવેચકોએ ખૂબ વખાણ્યો હતો. મહોત્સવની સત્તાવાર પસંદગીમાં જજ તરીકે લેખક જય વસાવડા, કવિ સૌમ્ય જોષી, અભિનેત્રી ગોપી દેસાઇ અને દિગ્દર્શક ફારુકી મિત્રી રહ્યા હતા. આ ફેસ્ટિવલ 20 મીથી ત્રણ દિવસ અમેરિકાના જ્યોર્જિયા એટલાન્ટમાં યોજાશે. રોહા ફોર્ટ રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા અનેક કિલ્લાઓમાનો એક કિલ્લો છે. જે નખત્રાણા તાલુકાના રોહા ગામ ખાતે આવેલો છે. રોહા ફોર્ટ રોહા જાગીરની મહત્વની ઇમારત હતી. જે ભુજ તાલુકાથી 50 કિલોમીટરના અંતરે આવેલી છે. આ કિલ્લો 16 એકરમાં બનેલો છે, જે મુખ્ય રસ્તા સાથે જોડાયેલો છે. તે ગ્રાઉન્ડ લેવલથી 500 ફૂટ અને સમુદ્ર લેવલથી 800 ફૂટની ઉંચાઇએ આવેલો છે. રોહાએ કચ્છની સૌથી મુખ્ય જાગીર ગણાય છે અને તેને રોહા સુમરી ફોર્ટ પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે આ ફોર્ટ હેઠળ 52 ગામડાઓ હતા. આ જાગીર હેઠળ ૫૨ ગામડાઓ આવતા હતા. રાવ ખેંગારજી પહેલાએ ઇ.વિ. 1510થી 1585 દરમિયાન અહીં રાજ કર્યું હતું અને આ રોહા ગામનું નિર્માણ કર્યું હતું, જેઓ રાયસિંહજી ઝાલા સામેના યુદ્ધમાં હણાયા હતા. આ કિલ્લા પર આવેલી બે ટેન્ક જીયાજી દ્વારા અને કિલ્લાની રચના થાકોર નોગાંજી દ્વારા કરવામાં આવી હતી. આ કિલ્લો રાવ ખેંગારજી પ્રથમની સત્તાનો બેઠક હતો, જેણે 1510 અને 1585ની વચ્ચે શાસન કર્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!