25 C
Ahmedabad
Tuesday, May 14, 2024

ભિલોડામાં દાલબાટીના ઢાબામાં ગેસની બોટલ ભળકે બળતા દોડધામ મચી, મોટી દુર્ઘટના ટળી


ભિલોડામાં એક દાલબાટીના ઢાબા પર ગેસની બોટલમાં અચાનક આગ લાગતા અફરા-તફરી મચી જવા પામી હતી. ઘટના ભિલોડા – ઇડર રોડ ઉપર આવેલી દુર્ગા દાલબાટી અને પૂરી શાક નામની ખાણી-પીણીની દુકાનમાં બની હતી, જ્યાં અચાનક ગેસની બોટલ સળગી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી.  મોટી હોનારત સર્જાય તે પહેલા જાગૃત યુવાનોએ અન્ય ગેસની બોટલો દૂર ખસેડી લેતા મોટી હોનારત ટળી હતી. ઘટનાના પગલે દુકાનમાં રહેલી ચીજવસ્તુઓ પણ આગમાં લપેટાતા આગના હવાલે થઇ હતી. .

Advertisement

ભિલોડામાં આવેલી શ્રી દુર્ગા દાલબાટી અને પૂરી શાક નામની દુકાનમાં રહેલ ગેસ સિલિન્ડર અચાનક એકાએક સળગી ઉઠતા આસપાસની દુકાનો અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે સિલિન્ડર સળગી ઉઠતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને અન્ય ગેસના સિલિન્ડર ત્યાંથી દૂર કરતાં મોટી હોનારત ટળી હતી ઘટનાના પગલે સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને સમયસર આગ પર કાબૂ મેળવી લેતા લોકોએ રાહતનો દમ લીધો હતો.

Advertisement

હાલ અરવલ્લી જિલ્લામાં આગ લાગવાનો સિલસિલો યથાવત છે. જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રી કરતા ઉપર પહોંચી જતાં ઠેર-ઠેર આગની ઘટનાઓ ઘટી રહી છે. જંગલમાં આગ કેમ લાગે છે તે જાણી શકાયનું નથી તો વાહનો અને દુકાનોમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટનાઓ ઘટી રહી છે.

Advertisement

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!