31 C
Ahmedabad
Monday, May 20, 2024

MLA અને યુવા નેતા જીજ્ઞેશ મેવાણીની ફરિયાદ રદ કરવાની માંગ સાથે અરવલ્લી કલેકટરને આવેદનપત્ર : મુક્તિ માટેની માંગ


વડગામના ધારાસભ્ય અને દલિત યુવાનેતા જીજ્ઞેશ મેવાણીએ રાજ્યમાં રામનવમી દરમિયાન અસામાજીક તત્વોએ શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરતી ઘટનાઓ બનતા આ અંગે પ્રધાનમંત્રી મોદીને રાજ્યમાં શાંતિનો માહોલ જળવાઈ રહે તે અંગેની ટ્વીટ કરાયા બાદ .આસામ બીજેપી નેતા અરૂપ કુમાર ડે દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ તેમની સામે ફરિયાદ નોંધાવતા આસામ પોલીસે પાલનપુર સર્કિટ હાઉસમાંથી મોડી રાત્રે ધરપકડ કરી લેતા અનુસૂચિત જાતિ સમાજ સહીત કોંગ્રેસીઓ સમસમી ઉઠ્યા છે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સામે ખોટી રીતે કરેલી ફરિયાદ રદ કરવામાં આવે અને તેમની જેલ મુક્તિની માંગ સાથે રાજ્યભરમાં આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે અરવલ્લી જીલ્લામાં દલિત સમાજ સંગઠનના કાર્યકરો, અનુસૂચિત જાતિ સમાજના યુવાનો અને મહિલાઓએ કલેકટરે આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી.
અરવલ્લી જીલ્લા કલેકટર ર્ડો.નરેન્દ્ર મીણાને આપેલ આવેદનપત્રમાં દલિત સમાજ સંગઠનના કાર્યકરોએ જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે રાજ્ય સરકારની વ્યાજબી ટીકા કરતા અને પ્રજાના પ્રશ્નો સામે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અવાજ ઉઠાવતા હોવાથી અને તેમનો અવાજ દબાવી દેવા આસામના નેતાએ રાજકીય અદાવતમાં ફરિયાદ કરી એક યુવા નેતાનો અવાજ દબાવી દેવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે આસામ પોલીસની આપખુદ શાહી અને રાજ્ય પોલીસની ચુપકીદી બંધારણીય હક માટે ખતરા રૂપ છે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને જેલ મુક્ત કરવામાં આવેની માંગ કરી તેમની સામે થયેલ ખોટી ફરિયાદ રદ કરવામા આવેની માંગ કરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!