41 C
Ahmedabad
Wednesday, May 8, 2024

રાહુલ ગાંધીનો દાહોદનો કાર્યક્રમ મોકૂફ, 1 મેએ આવવાના હતા ગુજરાત


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિત આપના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યાં છે. જેમાં તારીખ 1 મેના રોજ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ ગુજરાત આવી દાહોદથી આદિવાસી અધિકાર યાત્રાનો પ્રારંભ કરાવવાના હતા. જોકે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ મોકુફ રાખવામાં આવ્યો છે.

Advertisement

ગુજરાત કોંગ્રેસે રાહુલ ગાંધીને આમંત્રણ આપ્યું હતુ.1 મે ના રોજ દાહોદ ખાતે આદિવાસી રેલીમાં હાજરી આપવા ગુજરાત કોંગ્રેસે આમંત્રણ આપ્યું હતુ. કોંગ્રેસ દ્વારા આદિવાસી અધિકાર સત્યગ્રાહ રેલીનુ આયોજન કરાયું હતુ.ગુજરાત કોગ્રેસના નેતાની હાજરીમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહ રેલી યોજાશે.

Advertisement

ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ એક પછી એક રણનીતિ ઘડી રહ્યુ છે. ત્યારે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ પણ ગુજરાત પ્રવાસનું આયોજન કર્યુ હતુ. 1 મેના રોજ રાહુલ ગાંધીએ ગુજરાતમાં દાહોદમાં કોંગ્રેસની બેઠક યોજવાનું નક્કી કર્યુ હતુ. દાહોદમાં રાહુલ ગાંધી ગુજરાત પ્રદેશ સંગઠનના નેતાઓ અને ધારાસભ્યો સાથે બેઠક કરવાના હતા. જો કે હવે કોંગ્રેસ નેતાઓની હાજરીમાં જ દાહોદમાં આ કાર્યક્રમ યોજાશે.

Advertisement

દાહોદમાં યોજાનારી આદિવાસી અધિકાર યાત્રાના આયોજન અંગે આવતીકાલે બેઠક પણ મળશે. રાહુલ ગાંધીનો પ્રવાસ તો કેન્સલ થયો છે, પરંતુ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માની આગેવાની એક મહત્વની બેઠક યોજાવાની છે. ગુજરાત કોંગ્રેસ પક્ષનાપ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા આ બન્ને નેતાઓની યોજાનાર આ બેઠકમાં કોંગ્રેસના તમામ આદિવાસી ધારાસભ્યો હાજર રહશે.

Advertisement

મહત્વનું છે કે ગુજરાતમાં આદિવાસી વસ્તીની વોટ બેંક પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ખૂબ મહત્વની માનવામાં આવે છે. આદિવાસી વોટબેંક મેળવવા દાહોદમાં રાજકીય પક્ષો સંમેલન અને સભાઓ કરાવાનું આયોજન બનાવી રહ્યા છે.મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 જીતવા માટે તમામ પક્ષોએ અત્યારથી તૈયારીઓ શરુ કરી દીધી છે. કેન્દ્રના મોટા નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એક પછી એક ગુજરાત પ્રવાસ વધી ગયો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!