31 C
Ahmedabad
Monday, May 6, 2024

પહેલા પરીક્ષા પછી લગ્ન : મેઘરજ આર્ટસ કોલેજમાં વરરાજા T.Y.B.A. ની પરીક્ષા આપવા પહોંચ્યા


જીવનમા વ્યક્તિ ઘણી બધી રીતે સંઘર્ષ કરતો જોવા મળે છે અને સંઘર્ષ ને પોહચી પણ વરતો હોય છે. ઘણા બધા કવિઓ અને લેખકોએ રમુજી મિજાજ મા પરીક્ષા ને અલગ અલગ રીતે ઉપમા આપી છે જેમાં એક પ્રરીક્ષા એ છે કે જયારે વ્યક્તિ લગ્ન કરે છે એને પણ એક પરીક્ષાના ની ઉપમા આપી પણ અહીં વાસ્તવમાં પરીક્ષા અને લગ્ન બન્યે એક સાથે જ જોવા મળ્યા ત્યારે જોઈએ આ સમગ્ર ઘટના જેમાં મેઘરજ તાલુકામાં આવેલ ડુંગરાગોડ ગામ જેમાં આ ગામનો બાબુભાઇ નામનો વ્યક્તિ મેઘરજ સરકારી આર્ટ્સ કોલેજમાં ટી વાય બી એ સેમેસ્ટર છ માં અભ્યાસ કરે છે અને હાલ યુનિવર્સીટી ની પરીક્ષા ચાલુ છે ત્યારે એક બાજુ બાબુભાઇના લગ્ન માંડ્યા છે જેમાં લગ્ન અને પરીક્ષા બન્યે એક સાથે એકજ દિવસે આવ્યા પરંતુ બાબુભાઇ એ પોતાનું મન ડગાવ્યું નહિ અને પહેલા પોતાના જીવનમા એક વરરાજા બની પીઠી ચોરી અને કટાર લગાવી લગ્ન ની સંસ્કૃતિ ને જાળવી રાખી પહેલા પરીક્ષા આપવા પોહ્ચ્યા હતા. ત્યારે એક વરરાજાના પહેરવેશ સાથે બધા વિધાર્થીઓની સાથે વર્ગ ખંડમાં સમય સાથે અને યુનિવર્સીટી ની પરીક્ષા આપી હતી વધુમાં એમેન જણાવ્યું હતું કે મે મારાં જીવનમા હાલ લગ્ન કરતા પહેલા પરીક્ષાને વધુ મહત્વ આપ્યું છે અને કોલેજમાં પણ પ્રિન્સિપાલ,પ્રોફેસર તેમજ પરીક્ષાનું સંચાલન કરનાર સાહેબ સહીત લોકોએ સારો સહકાર આપી મે પરીક્ષા આપી છે અને હવે પરીક્ષા આપી આજે ડુંગરાગોડ ગામે થી જૂન્જરી ગામે જાન જશે તેવું જણાવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!