અરવલ્લી જિલ્લામાં ગરમીના તાપમાનનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે ગરમીથી રાહત મેળવવા લોકો પોતાના મકાનોની બહાર તથા અગાસીઓ પર મીઠી ઊંઘ માણતા હોય છે જેનો લાભ લઈ અજાણ્યા શખ્સો દ્વારા ઘરમાં પ્રવેશી ચોરી કર્યા ની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે મોડાસા તાલુકાના ટીંટોઈ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારના બામણવાડ ગામે બે મકાનોમાં ચોરીની ઘટના સામે આવી છે
બામણવાડ ગામે મોડીરાત્રીએ અજાણ્યા શખ્સો દ્વારા બે મકાનો ને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે મકાનોના પાછળના ભાગેથી અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ચાર તોલા જેટલા સોનાના દાગીના તથા ચાંદીના દાગીના ની ચોરી કરી અજાણ્યા શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા
ઘર નો તમામ સામાન વેરવિખેર કરી ઘરમાં રહેલ અનાજ ભરવાના પીપળામાંથી સોના ચાંદીના દાગીના લઈ પલાયન થઈ ગયા હતા વહેલી સવારે ચોરીની ઘટનાની જાણ થતાં ટીંટોઇ પોલીસ સ્ટેશન જાણ કરાતા ટીંટોઈ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ ઘટના સ્થળ પર પહોંચી ઝીણવટ ભરી તપાસ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી મોડીરાત્રી અજાણ્યા શખ્સો દ્વારા બે મકાનોમાં ચોરી ની ઘટના બનતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો