31 C
Ahmedabad
Wednesday, May 15, 2024

બાયડ તાલુકામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની નવીન બ્રાન્ચનો શુભારંભ, ધારાસભ્યના હસ્તે કાર્યાલય ખુલ્લુ મુકાયું


અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની નવી કાર્યાલયનું ગત બુધવારે ઉદ્ધાટન કરાયું હતું . બાયડ તાલુકાના લોકોને હવે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના કાર્યો તેમજ પ્રવૃત્તિઓનો સરળતાથી લાભ મળી રહેશે.બાયડ તાલુકામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નવીન શાખાનું ઉદ્ઘાટન બાયડના ધારાસભ્ય જશુભાઈના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું. ધારાસભ્ય જશુભાઈ એ જણાવ્યું હતું કે બાયડ તાલુકા માટે સેવાઓમાં ફાળો આપ્યો છે ત્યારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નવીન શાખાને જ્યારે પણ ધારાસભ્ય તરીકે મારી સેવા કે મદદની જરૂર પડશે તો જરૂર થી આપીશ સાથેજ જશુભાઇ પટેલે વર્ષોથી રેડ ક્રોસ સોસાયટીની કામગીરી સાથે સંકળાયેલા તેમજ તાલુકાઓ સુધી પહોંચાડનાર અરવલ્લી જિલ્લા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન ભરતભાઈ પરમારના કામને બિરદાવ્યું હતું તેમજ નવીન બ્રાન્ચ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બાયડ નવીન બ્રાન્ચ ચેરમેન દેવચંદભાઈ પરમારે કર્યું હતું તેમને તમામ મહેમાનોને ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રેડક્રોસના અનુરૂપ વાત કરી તેમજ અભિનંદન પાઠવ્યા હતામોડાસા રેડક્રોસ સોસાયટીના ચેરમેન ભરતભાઈ પરમારે આ કાર્યક્રમ લક્ષી સારી એવી રૂપરેખા અને અભિયાન પોતે છેલ્લા કેટલાય વર્ષોથી ચલાવી રહ્યા છે તેની વાતચીત કરી તેમજ તેઓએ રેડક્રોસની અંગેની રૂપરેખામાં લોકજાગૃતિ, પ્રાથમિક સારવાર ,શિક્ષણ ક્ષેત્રે , આરોગ્ય ક્ષેત્ર તેમજ સમાજ સેવાકીય પ્રવૃત્તિમાં અત્યાર સુધી યોગદાન આપી રહ્યા છે.આ દરમિયાન કાર્યક્રમમાં હાઈજેનીક કીટનું પણ વિતરણ કરાયું હતું તેમજ સામાજિક સેવાઓ યોગદાન આપેલા મહાનુભવોને એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ત્યારબાદ બાયડ પ્રાંત અધિકારી ભાર્ગવ પટેલ કે જેઓ બાયડ તાલુકાના બ્રાન્ચના પ્રમુખ પદે છે ત્યારે તેમને રેડ ક્રોસની માહિતી આપી તેમજ તમને તેમના રેડક્રોસ સાથેના અનુભવો સૌ આગળ મુક્યા તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી સાથે જ તેમને કહ્યું છેવાડાના માનવી સુધી આ સેવાઓ પહોંચશે અને અમે પણ મદદરૂપ થઈશું ત્યાર બાદ સહકારી આગેવાન એવા કનુભાઈ પટેલે રેડક્રોસ વિશે વાત કરી તેમજ આ સંસ્થાને આશીર્વાદ આપ્યા અને કહ્યું બધાનો સાથ સહકાર હંમેશા રહેશે. આ કાર્યક્રમની આભારવિધિ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બાયડ તાલુકા બ્રાન્ચના મંત્રી ધર્મેન્દ્રભાઈ પટેલે કરી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેવલભાઈએ કરયુ હતું.

Advertisement

Advertisement

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનોમાં બાયડ તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન સોલંકી , બાયડના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ એસ.પટેલ , પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા નિવૃત ડીવાયએસપી ડી ડી મકવાણા ,લાયન્સ ક્લબ બાયડના પ્રમુખ નરેશ ચંદ્ર એલ પરમાર ,કનુભાઈ પટેલ , જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમ બાયડના પ્રમુખ અશોકભાઇ જૈન અશ્વિનભાઈ પટેલ , ડો દેવમભાઈ સોની તેમજ અન્ય જિલ્લા અને તાલુકાના ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના કારોબારી સભ્યમાં અરવિંદભાઈ શ્રીમાળી,લલિતભાઈ , કનુભાઈ પટેલ , જ્યંતિભાઈ તેમજ અન્ય મહેમાનો હાજર રહ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!