43 C
Ahmedabad
Sunday, May 19, 2024

Polo Forest : વાહનો અને પ્લાસ્ટીક પર પ્રતિબંધ, જો વાહનો અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરશો તો દંડ ભરવો પડશે, જાહેરનામું પ્રસિદ્ધ


ગુજરાતમાં મીની કાશ્મીર તરીકે જાણીતા વિજયનગરના પોળો ફોરેસ્ટમાં ગુજરાત સહીત દેશભરમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે વેકેશન,જાહેર રજાઓ અને ચોમાસામાં હજ્જારો પ્રવાસીઓ પોળો જંગલમાં કુદરતી નૈસર્ગીક વાતાવરણનો લુપ્ત ઉઠાવવા પહોંચે છે પોળો ફોરેસ્ટમાં જીલ્લા કલેકટરે 5 જૂન સુંધી પ્લાસ્ટીક પર અને 10 જૂન સુધી વાહનો પર પ્રતિબંધ ફરમાવ્યો છે કલેકટરના જાહેરનામાનો ઉલ્લઘન કરનાર સામે દંડાતામ્ક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે વિજયનગર પોળોમાં એન્ટ્રી માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.વિજયનગર પોળો ફોરેસ્ટમાં કુદરતી નજારાને જોવા લોકો દૂર દૂરથી પહોંચે છે સાથે ખાણી-પીણી માટે પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનો ઉપયોગ કરતા હોવાથી પ્લાસ્ટિકનો કચરો પણ મોટા પ્રમાણમાં ઠલવાતા પર્યાવરણને ભારે નુકશાન પહોંચી રહ્યું હોવાની સાથે ગંદકીના થર પણ જામતા હોવાથી જંગલના વાતાવરણને સ્વચ્છ રાખવા માટે અને પ્લાસ્ટીક મુક્ત બનાવવા પ્રશાસને પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુક્યો છે.વિજયનગર તાલુકાના પ્રવાસન સ્થળ પોળો ફોરેસ્ટ વિસ્તારને પોલ્યુશન ફ્રી ઈકો ટુરીઝમ માટે ટુ વ્હીલર સિવાયના તમામ વાહનો ફોરેસ્ટ નાકાથી બહાર પાર્ક કરી મોટા અને ભારે વાહનો માટે પ્રવેશબંધીનું જાહેરનામું જિલ્લા કલેકટર દ્રારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. સાબરકાંઠાના પોળો ફોરેસ્ટ ફરવા જવાનું વિચારતાં હોવ તો થોભી જાવ અને આ નિયમો જાણી લો નહીંતર તમારી વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી થઈ શકે છે. પોળો ફોરેસ્ટને પોલ્યુશન ફ્રી રાખવા માટે વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આગામી 10મી જૂન સુધી ફોરેસ્ટમાં ટુ વ્હીલર સિવાયના તમામ વાહનો પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમજ કાર અને ભારે વાહનો માટે શારેશ્વર મંદિર ફોરેસ્ટ નાકા પાસે પાર્ક કરવાના રહેશે.પોળો ફોરેસ્ટમાં જાહેરનામાનો ભંગ કરનારને દંડ કરવામાં આવશે
પોળો ફોરેસ્ટમાં ટુ વ્હીલર સિવાયના તમામ વાહનો પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ સાથે વિવિધ પ્રકારાના નિમયો પણ જાહેર કરવામાં આવ્યાં છે. જો કોઈપણ પ્રવાસીઓ જાહેરનામાના નિયમોનું ઉલ્લંઘન કરતાં કસૂરવાર જણાશે તો તેના વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!